હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી, અંબાલાલ પટેલ ની આગાહી, મંગળ ,બુધ અને ગુરુ આ વિસ્તારમાં ભારે વરસાદ ની આગાહી

ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને આવનારા ગણતરીના દિવસોમાં સત્તાવાર રીતે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસવાનું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંકિત પટેલે મોટી આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંકિત પટેલનું અનુમાન લગાવતા કહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સારી છે અને જૂનના અંત સુધીમાં કચ્છ સિવાયના મોટા ભાગમાં મેઘ મહેર જોવા મળી શકે છે.

છેલ્લાં બે વર્ષથી ઉત્તર ગુજરાતમાં ચોમાસું સારૂ થઇ રહ્યું છે. સતત બે વર્ષ સુધી સરેરાશ 100 ટકા કરતાં વધુ વરસાદ થતાં પાણીની સમસ્યાઓ ટળી છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસું દસ્તક દઇ રહ્યું હોય વરસાદ કેવો થશે તે સવાલ લોકોમાં અને તેમાંય ખેડૂતોમાં ખાસ થઇ રહ્યો છે. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની પણ આગાહી છે. આવતા અઠવાડિયે વિધિવત ચોમાસાનો પ્રારંભ થઇ જવાની શકયતાઓ છે. ઉત્તર ગુજરાતમાં અગાઉ એકાંતરા વર્ષે સારો વરસાદની પેટર્ન જોવા મળી હતી, પરંતુ બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ થઇ રહ્યો હોય આ વર્ષે પણ 100 ટકા કરતાં વધુ વરસાદ થશે તેવી આશા બંધાઇ છે અને જળબંબકાર થાય તેવી સંભાવના છે.

16 જુન પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની વકી : આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 16 જુન પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની વકી છે. જો કે, જૂન મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન 2016 અને 2018માં અપૂરતો વરસાદ થયો હતો. 2018 સુધી એકાંતરા વર્ષે સારો વરસાદ થતો હતો. જેમાં 2015માં 115 ટકા વરસાદ થયો હતો. 2016માં ઘટીને 84 ટકા જ્યારે 2017માં એકાંતરા વર્ષની પેટર્ન મુજબ 144 ટકા વરસાદ થયો હતો. 2019 અને 2020માં મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદની કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

હવામાન વિભાગે પણ કરી છે આગાહી : હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે સાથે જ અમદાવાદમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાનો પ્રારંભ થઇ જશે. ત્યારે ચોમાસું કેવું જશે? તેવો પ્રશ્ન થઇ રહ્યો છે. જો કે છેલ્લાં બે વર્ષથી ચોમાસામાં પૂરતા પ્રમાણમાં વરસાદ થઇ રહ્યો છે. જેના પગલે આ વર્ષે સારો વરસાદ થવાની આશા છે. અગાઉના વર્ષોમાં ઉત્તર ગુજરાતમાં એકાંતરા વર્ષે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હતી. જ્યારે વચ્ચેના વર્ષોમાં ચોમાસું સદંતર નિષ્ફળ રહ્યું હતું પરંતુ છેલ્લાં બે વર્ષથી વરસાદની પેટર્ન બદલાઇ હોય તેમ 2019 અને 2020માં ઉત્તર ગુજરાતમાં 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. આ વર્ષે પણ મન મૂકીને મેઘરાજા વરસશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.

કચ્છમાં ચોમાસુ મોડું પહોંચશે : રાજ્યમાં ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ, દીવ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાથે જ અમદાવાદમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

જો કે બીજી તરફ કચ્છમાં આવખે ચોમાસું થોડું મોડું પહોંચશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે. સળંગ બે વર્ષ સુધી 100 ટકા કરતાં વધુ વરસાદ થવાના લીધે આ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યાઓ ખૂબ ઓછી ઉભી થઇ છે. અંતરિયાળ વિસ્તારોમાં ઉનાળા દરમ્યાન પાણીના પોકાર થતાં હતા તે મુશ્કેલી પણ ટળી છે. અગાઉ ચોમાસા અગાઉ જળાશયોના તળિયા દેખાવા માંડતા હતા તેવા દ્રશ્યો પણ આ વર્ષે જોવા મળ્યા નથી.

ગુજરાતના આ વિસ્તારમાં ચોમાસું સારું રહેવાની આગાહી, જળબંબાકારની શકયતારાજ્યમાં 15 થી 17 જૂન વચ્ચે પડી શકે વરસાદ: દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. મુંબઈના દરિયામાં સાંજે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 15 થી 17 જૂન વચ્ચે ભારે વરસાદ આવી શકે તેવું હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે.દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી પવન ફુંકાવાને કારણે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 15-17 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *