વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મહત્વ ની આગાહી, આ તારીખથી થશે અતિભારે વરસાદ વાવાઝોડાની સિસ્ટમ બનશે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર અગત્યની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ચાર-પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લઇ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદની આગાહી કરતા ખેડૂતો માટે પણ એક રાહતના સમાચાર આવ્યા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ચોમાસુ નબળુ પડયુ છે પરંતુ એનો મતલબ એ નથી કે ચોમાસાએ વિરામ લીધો છે. 29 જૂનથી ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યમાં ધોધમાર વરસાદ થશે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ જોવા મળશે.

આવતા મહિના એટલે કે જુલાઈ મહિનામાં વરસાદની કેવી પરિસ્થિતિ રહેશે. તેના વિશે આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં કૃષિ માટે વરસાદ અનુકૂળ રહેશે. ખેડૂતોને ચેતવતા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 5 જુલાઈ પછી ખેતરમાં જીવજંતુઓનો ત્રાસ વધશે. 13 જુલાઈ પછી રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેશે.

વધુમાં લાંબા ગાળાની આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ જોવા મળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે 19 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે ઠંડી શરૂઆત પણ વહેલી થશે. ડિસેમ્બર મહિનાથી જ ઠંડીની શરૂઆત થઈ જશે.

સપ્ટેમ્બર મહિનાના અંતમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને અંબાજીના ડુંગરાળ વિસ્તારના અંતરિયાળ ભાગમાં અતિભારે વરસાદ થશે. ઓક્ટોબર મહિનામાં હવાનું હળવું દબાણ વધવાની શક્યતા છે. જેના કારણે ઘણા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે હાલ વરસાદે વિરામ લીધો નથી. છેક સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ રહેશે. જુલાઈ મહિનામાં અતિભારે વરસાદ થશે.

ઉલ્લેખનીય છે કે હાલ આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. 6 જુલાઈ સુધી આદ્રા નક્ષત્ર રહેશે. આ વર્ષે ભીમ અગિયારસના રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ હોવાથી સારા સંકેતો મળી રહ્યા છે. આદ્રા નક્ષત્રનુ વાહન શિયાળ છે. આદ્રા નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ જોવા મળે છે. આ પહેલા પણ મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

દરરોજ દેશના કેટલાક ભાગમાં ચોમાસા અને પ્રિ-મોનસૂનનો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દરરોજ વરસાદની ચેતવણી આપી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના મોટાભાગના ભાગોમાં સક્રિય બન્યું છે. પરંતુ ઉત્તરીય પ્રદેશો સુધી પહોંચવામાં તેની ગતિ ધીમી પડી છે. જોકે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રિ-મોનસૂનનો વરસાદ થઈ ચૂક્યો છે.

પવનની પ્રતિકૂળ સ્થિતિને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી: પવનની પ્રતિકૂળ સ્થિતિને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી રહી છે. એટલા માટે ઉત્તરી રાજ્યો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ચોમાસું પહોંચતા વાર લાગશે. બિહાર અને પૂર્વઉત્તર પ્રદેશમાં ચોમાસુ પહોંચી ગયું છે. બિહારમાં વચ્ચે વચ્ચે થતાં અતિભારે વરસાદે પૂર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. બિહારના 11 જિલ્લામાં 18 જૂન સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જાણો પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ક્યારે પહોંચશે ચોમાસું: હવામાન વિભાગના મહાનિદેશક એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, પૂર્વી ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં પશ્ચિમી ખલેલની સ્થિતિ પ્રવર્તી રહી છે. બીજી તરફ રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા અને દિલ્હી સુધી પહોંચવા માટે પવનની ગતિ અને દિશા અનુકૂળ નથી.

હાલ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ચક્રવાતી સ્થિતિને કારણે આગામી પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સાયક્લોનિક પવનોના દબાણ હેઠળ દિલ્હી સહિત એનસીઆરના વિવિધ ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. પવનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાતાવરણ ભેજયુક્ત રહેશે. રિપોર્ટ અનુસાર આગામી 7 દિવસોમાં જ દિલ્હીમાં ચોમાસું સક્રિય થઈ જશે. જોકે રાજધાનીમાં પ્રીમોન્સુનનો વરસાદ ચાલુ છે.

ચોમાસાની તાજી ખબર: હાલ ઉત્તર સરહદ દિવ, સુરત, નંદુરબાર, ભોપાલ, નૌગોંગ, હમીરપુર, બારાબંકી, બરેલી, સહારનપુર, અંબાલા અને અમૃતસરમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો પસાર થઈ રહ્યા છે. 3 જૂને કેરળમાં આવેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના મોટા ભાગને ઝડપથી આવરી લીધું છે. પરંતુ પશ્ચિમી પવનોને કારણે ચોમાસાની ગતિ અટકી ગઈ છે.

ઉતરાખંડમાં આવનાર 2 દિવસોમાં ભારે વરસાદની ચેતવણી: હવામાન વિભાગે કહ્યું છે કે, શુક્રવાર અને શનિવારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં ચોમાસાના વાદળોને કારણે વીજળી પડવાની સંભાવના છે. તે માટે સાવચેતી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ચક્રવાતી પવનને કારણે બંગાળના ગંગામેદાનો અને તેની આસપાસ ભારે પવન સાથે વરસાદ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *