હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી, આગામી 5 દિવસમાં ગુજરાતના ક્યાં વિસ્તાર ટુટી પડશે ધોધમાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેંદ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની થવાની સંભાવના છે

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી અમુક દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આવતા ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

18 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની આગાહી.અને 19 ઓગસ્ટે પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, જામનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.

20 ઓગસ્ટે દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, કચ્છમાં ભારે વરસાદની આગાહી.21 ઓગસ્ટે મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા.અને 22 ઓગસ્ટે પાટણ, સાબરકાંઠા, દ્વારકા, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ પડી શકે છે.

હાલ ગુજરાતમાં વરસાદનો માહાલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *