આવતી કાલે સવારે તમારે અમૂલ દૂધ થેલીના ચૂકવવા પડશે આટલા રૂપિયા જાણો કેટલો થયો ભાવ વધારો

કોરોના સમયગાળા દરમિયાન વધતી ફુગાવા વચ્ચે 1 જુલાઇથી એટલે કે ગુરુવારથી અમૂલ દૂધ 2 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થશે. આવતીકાલથી અમુલ દૂધ નવા દર સાથે દેશના તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થશે. અમૂલે પોતાની તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. અમદાવાદમાં ભૂતિયા રસીકરણ કેન્દ્રનો પર્દાફાશ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

કોવિડના દર્દીઓમાં સાઇટોમેગાલો વાયરસ નું પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે અને આના કારણે દર્દીઓના સ્ટૂલના રસ્તે બ્લિડિંગ થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારના એક મહત્વનો ચુકાદો સંભળાવતા નિર્દેશ આપ્યો છે કે જેમના મોત કોરોનાના કારણે થયા છે, સરકાર તેમના પરિવારને વળતર આપે, સહિતના મહત્વના સમાચાર.મળતી જાણકારી પ્રમાણે, દેશની અગ્રણી કંપની અમૂલ હવે ફરીથી દૂધના ભાવ વધારવાની તૈયારીમાં કરી છે. અમુલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 1 જૂલાઈ એટલે આવતીકાલથી લાગૂ કરી દેવામાં આવશે.

2 રૂપિયાનો વધારો પ્રતિ લીટર દીઠ લાગૂ થશે, જેમાં અમૂલ ગોલ્ડ પ્રતિલિટર રૂ.58માં તથા અમૂલ તાજા પ્રતિ લિટર રૂ.46 તથા અમૂલ શક્તિ પ્રતિ લીટર રૂ.52માં ગ્રાહકને મળશે.હાલ કોરોના કાળમાં સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો ઐતિહાસિક સપાટીએ છે. અમદાવાદમાં 95 રૂપિયાથી પણ વધારે લિટરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે.

તેલ અને શાકભાજીના ભાવોમાં પણ ભડકો છે. આ વચ્ચે સામાન્ય જનતા માટે વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલે પોતાની તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે.ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી. કોરોનાનો કહેર છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 4 લાખ લોકોના મોત થયા છે. સુપ્રીમ કોર્ટે બુધવારના એક મહત્વનો ચુકાદો સંભળાવતા નિર્દેશ આપ્યો છે કે જેમના મોત કોરોનાના કારણે થયા છે, સરકાર તેમના પરિવારને વળતર આપે. જો કે આ વળતર કેટલું હોવું જોઇએ એ ખુદ સરકારે નક્કી કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ જોવા મળશે.જેથી હવે આવતીકાલે જ્યારે તમે દૂધ ની થેલી લેવા જાવ અને દુકાનદાર એક રૂપિયો વધુ માંગે તો એમાં નવાઇ નહી.

આવતીકાલથી 500 મીલીની દૂધની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. આ ભાવ વધારો તમામ બ્રાંડના દૂધમાં થયો હતો.ડેરી ઉદ્યોગમાં ઉનાળાના સમયમાં દૂધની આવકમાં સતત થઇ રહેલા ઘટાડા તેમજ દૂધની ખરીદ કિંમતમાં કરવામાં આવેલા વધારાને કારણે 2 વર્ષ બાદ દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

કોરોના સંકટ દરમિયાન મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસ પર બીજો બોજો પડી રહ્યો છે. ગુરુવાર, 1 જુલાઈથી અમુલ દૂધ 2 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થશે. આવતીકાલથી અમુલ દૂધ નવા દર સાથે દેશના તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે અમૂલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. આ પ્રમાણે તેજ રીતે અમૂલ તાજા, શક્તિ, ટી સ્પેશિય સહિતની તમામ બ્રાંડના દૂધ તમામાં લિટરે બે રૂપિયાનો વાધારો કરાયો છે. અમૂલની તમામ દૂધ ઉત્પાદ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાઝા, અમૂલ ટી-સ્પેશિયલ, અમૂલ સ્લિમ અને ટ્રીયમમાં પ્રતિ લિટર રૂ .2 નો વધારો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *