કેજરીવાલની હાજરીમાં ઇસુદાન ગઢવી આપમાં જોડાયા, ભાજપ અને કોંગ્રેસ વિશે કહ્યું કંઈ આવું

આગામી ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાશે ત્યારે અત્યારથી રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજે, સોમવારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી સફળતા મેળવ્યા બાદ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ જંપલાવી શકે છે. ત્યારે આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે.

વીટીવી ચેનલ ના જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલ ને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે મિટિંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો.

પત્રકારત્વ છોડીને રાજકારણમાં : 2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 સુધીમાં ઈસુદાને ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટોરીમાં સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં કામ કર્યું હતું. ત્યાર બાદ 2015માં તેઓ VTV સ્થાનિક ગુજરાતી ચેનલના સૌથી યુવા હેડ તરીકે જોડાયા. જેમાં તેમણે સ્પેશિયલ પ્રોગ્રામ, ઈન્વેસ્ટીગેટીવ ન્યૂઝ સ્ટોરીને મહત્વ આપ્યું. બાદમાં તેમણે મહામંથન નામના ડીબેટ શોના હોસ્ટ તરીકે શરુઆત કરી અને આ શો ગુજરાતમાં લોકપ્રિય શો બની ગયો હતો. હવે તેમણે VTVમાંથી રાજીનામું આપીને પત્રકારત્વ છોડીને રાજકારણમાં ડગ માંડ્યાં છે.

ગુજરાતમાં બદલાવ લાવવાનો છે : AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ તેની સામે કોઈ વિકલ્પ ન હતો. સમાચાર ના વધુ અપડેટ મેળવતા રહેવા અમારા ફેસબુક પેજ ને લાઈક કરો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *