આગામી 5 દિવસ ગુજરાત માટે અતિ ભારે, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં આપ્યું એલર્ટ, જાણો ક્યાં વિસ્તારમાં કરશે વધુ અસર

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ચોમાસુ પવન દક્ષિણ ગુજરાત બાદ દીવમાં પહોંચ્યા બાદ હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 15 જુન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવન પહોંચી જશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છમાં આ વર્ષે પણ ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે.

શુક્રવારે વહેલી સવારથી ગુજરાતના 100 કરતાં વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો બારે મેઘ ખાંગા થયા હોય તે વરસાદ થયો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને રેડ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરબ સાગર પરથી આવતો વરસાદી ટ્રફ વધુ મજબુત થઇ રહ્યો છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને આણંદ જિલ્લામાં વરસાદનું રેલ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, નવસારી, વડોદરા અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયેથી નબળી પડતી વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે મજબૂત બની રહી છે. ગયા અઠવાડિયે વરસાદની અંતિમ લાઈન દક્ષિણ ગુજરાતના સુરત પર સ્થિર થઈ હતી. જેથી ગુજરાતના અન્ય વિસ્તારોમાં ચોમાસું પહોંચવામાં વિલંબ થયો હતો. ત્યારે હવે ચોમાસું પ્રબળ બનતા રાજ્યના 100 કરતાં વધુ તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે. આ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક પંથકમાં વાવણીનો વરસાદ પણ થઇ ચૂક્યો છે.

ગઇકાલે શુક્રવારે સવારના છ વાગ્યાથી લઇને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં આણંદની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ગઈકાલે ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આઠ ઇંચ વરસાદ થતાં આણંદની મુખ્ય બજારો નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય વડાલીમાં છ ઈંચ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ચાર ઇંચ વરસાદ થયો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ જશે. જોકે આવતા જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ થોડો નબળો બનશે. પરંતુ જુલાઈ મહિનાના પૂર્વાર્ધ ભાગમાં ચોમાસુ મજબૂત બનશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ થશે.

સૌરાષ્ટ્રમાં ક્યારે અને કઈ કઈ જગ્યાએ થશે ચોમાસાનું આગમન: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન: સૌપ્રથમ 3 જૂનના રોજ કેરળમાં ચોમાસું ત્રાટક્યું હતું. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધી અને કર્ણાટક તથા મુંબઈમાં પસાર થઈ અને ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા બાદ હવે 15 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવનનું આગમન થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું જોવા મળશે.

ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી: અંબાલાલ પટેલે મીડિયામાં વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે હવામાન વિભાગે 17 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા દર્શાવી હતી. પરંતુ હકીકતમાં પરિણામ કંઈ અલગ જોવા મળ્યા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુનની શરૂઆતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થશે. 15 જૂન બાદ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર ચોમાસુ બેસવામાં 21 દિવસની વાર છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 જૂન આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

મૃગશીર્ષ નક્ષત્ર પૂરું થયા પછી હવે આજથી પાંચમું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર બેસવું છે. ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ પછી હવે આદ્રા નક્ષત્ર બેસ્યું છે. આજે 21 જૂન અને ભીમ અગિયારસના રોજ સવારે 05:41 આદ્રા નક્ષત્ર બેસ્યું છે. આદ્રા નક્ષત્રનું વાહન શિયાળ છે. આ નક્ષત્ર દરમિયાન છુટોછવાયો અને મધ્યમ વરસાદ થશે.

આદ્રા નક્ષત્ર 21 જૂનથી 6 જુલાઈ સુધી લાગુ રહેશે. આ વર્ષે આદ્રા નક્ષત્ર ભીમ અગિયારસના રોજ શરૂ થતાં શરૂઆતના સંકેતો શુભ મળી રહ્યા છે. જેથી વરસાદની માત્રામાં આ નક્ષત્ર દરમિયાન સારો એવો વધારો જોવા મળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ રહે તેવી શક્યતાઓ કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આદ્રા નક્ષત્ર અંગે માહિતી આપવામાં આવી છે. આ નક્ષત્રના અંતના ભાગમાં ચોમાસુ સક્રિયપણે પ્રબળ બનશે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 28 જૂન અને 29 જુન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ પ્રબળ બનશે. બાદમાં 1 જુલાઈ થી આદ્રા નક્ષત્રના અંત સુધી એટલે કે 6 જુલાઈ સુધી ચોમાસુ નબળું થતું જશે.

મૃગશીર્ષ નક્ષત્ર પરથી પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની સ્થિતિ અંગે આગાહી કરાઈ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળ્યો હતો. જે પરથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે. આપને જણાવી દઈએ કે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થાય તો ચોમાસુ સારું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *