ગુજરાત પહોંચતા ચોમાસાનું ઝોર ઘટ્યું, છતાં પણ આટલા વિસ્તારમાં વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આવતા ચોમાસાનું જોર ઘટ્યું છે. હવામાન ખાતાના મનોરમા મોહન્તીએ કહ્યું કે 14 જૂન સુધીમાં 25 MMને બદલે 12 MM જ વરસાદ થયો છે. એવામાં હવે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આગામી 16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.વરસાદની આગાહીને લઇને બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્યમાં ક્યાં પડશે વરસાદ? (16થી 18 જૂન) : વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ રહેશે. અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના. 5 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

કેરળથી પ્રબળ ઝડપે આગળ વધેલું ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ હવે ધીમું પડી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. ગત રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જણાવવામાં આવ્યું હતું કે, અચાનક આબોહવામાં આવેલા પરિવર્તનના કારણે નેૠત્યના વરસાદી પવનો હાલ પૂરતા નબળા પડ્યા છે. જેને કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસુ સંભવિત તારીખ કરતા મોડું બેસી શકે છે.

ગુજરાતમાં પણ ગત અઠવાડિયે બે દિવસ સુધી ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થયા બાદ છેલ્લા પાંચથી છ દિવસ દરમિયાન ક્યાંય પણ સારો વરસાદી માહોલ બન્યો નથી. હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 17 થી 22 જુનની વચ્ચે ચોમાસુ બેસી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગત 9 જૂનના રોજ જણાવવાં આવ્યું હતું કે, ગુજરાતમાં 28-29 દરમિયાન ચોમાસુ બેસશે.

હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી વચ્ચે દસથી બાર દિવસનો તફાવત જોવા મળ્યો હતો. બંને આગાહીમાં જોવા મળેલા આ તફાવતને કારણે લોકો અસમંજસમાં મુકાયા હતા કે આખરે ચોમાસુ ક્યારે બેસશે. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલું બેસશે કે પછી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ મોડું બેસશે.

ત્યારે હવે વરસાદી પવનો એકાએક નબળા પડતા ગુજરાતમાં ચોમાસુ બેસવામાં વિલંબ થઇ શકે છે. જે બાદ ગુજરાતમાં સંભવિત તારીખ કરતા દસ દિવસ ચોમાસુ મોડું બેસશે તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમાન સાચું સાબિત થઇ રહ્યું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ અને હવામાન અંગે આગાહી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવાં આવતી આગાહી મોટા ભાગે સાચી જ પડતી હોય છે. આ વર્ષે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં 28-29 જૂન દરમિયાન ચોમાસુ બેસશે. વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણવ્યું છે કે આ પહેલા 19 થી 22 જૂન વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળશે.

આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદ: હાલ અરબ સાગરમાં ચોમાસા પૂર્વે થઈ રહેલ ફેરફારને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગમાં છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *