મહારાષ્ટ્ર તરફથી આગળ વધી રહ્યું છે ચોમાસુ, ગુજરાતમાં આ તારીખ સુધીમાં આવશે, 24 કલાક માટે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ચોમાસુ પવન દક્ષિણ ગુજરાત બાદ દીવમાં પહોંચ્યા બાદ હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 15 જુન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવન પહોંચી જશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છમાં આ વર્ષે પણ ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ક્યારે અને કઈ કઈ જગ્યાએ થશે ચોમાસાનું આગમન: હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન: સૌપ્રથમ 3 જૂનના રોજ કેરળમાં ચોમાસું ત્રાટક્યું હતું. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધી અને કર્ણાટક તથા મુંબઈમાં પસાર થઈ અને ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા બાદ હવે 15 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવનનું આગમન થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું જોવા મળશે.

ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી: અંબાલાલ પટેલે મીડિયામાં વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે હવામાન વિભાગે 17 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા દર્શાવી હતી. પરંતુ હકીકતમાં પરિણામ કંઈ અલગ જોવા મળ્યા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુનની શરૂઆતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થશે. 15 જૂન બાદ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર ચોમાસુ બેસવામાં 21 દિવસની વાર છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 જૂન આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ હવાનું ઓછું દબાણ થવાને કારણે દેશમાં ચોમાસું વહેલા આવી ગયું છે. ઓડીસા અને બિહારથી લઈને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આવનારા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ થવા અંગેની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારત સુધી પહોંચેલું ચોમાસું દેશના ઉત્તરીય વિસ્તારમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવનારા બે દિવસમાં ઉત્તર ભારતમાં ચોમાસુ આવવાની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતમાં પ્રબળ ચોમાસું આ વખતે 15 દિવસ પહેલા પહોંચી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આબોહવાકીય પરિસ્થિતિઓને કારણે આવનાર ચારથી પાંચ દિવસમાં દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ વિસ્તારને છોડીને દેશના દરેક વિસ્તારોમાં ચોમાસુ આગમન થવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે આખા દેશમાં જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસાને કારણે સામાન્ય વરસાદની સંભાવના રહેશે.

યુપીમાં આજે ચોમાસાનું આગમન થશે: ઉત્તર પ્રદેશમાં હવામાનમાં થતા ફેરફારને કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે યુપીમાં આવનાર બે દિવસમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. રાજ્યના એવા જિલ્લાઓ કે જેની સરહદ બિહાર સાથે જોડાયેલી છે ત્યાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં આખા રાજ્યમાં વરસાદ થશે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે બે થી ત્રણ દિવસમાં ચોમાસુ લાખનૌ સુધી પહોંચશે. હવામાન વિભાગ અનુસાર ચોમાસાની ગતિ સામાન્ય હોવાને કારણે બે થી ત્રણ દિવસમાં લખનૌ સુધી ચોમાસુ પહોંચવાની શક્યતા છે. આ શક્યતા તેની ગતિ પર આધાર રાખે છે. અત્યારે ચોમાસાની ઝડપ સામાન્ય જણાઈ રહી છે.

બિહારના કેટલાક વિસ્તારોમાં ધીમો વરસાદ: બિહારના કેટલાક વિસ્તારોમાં શનિવારના રોજ ચોમાસુ પહોંચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બિહારના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ એટલે કે 15 જૂન સુધી જોરદાર વરસાદનું અનુમાન લગાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત થતા પહેલાં જ બિહારના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ ચુક્યો છે. હવામાન વિભાગે ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તથા ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધવાની સંભાવના જણાઈ રહી છે.

મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં રેડ એલર્ટ: મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન બાદ સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રનાં રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે કહ્યું છે કે મુંબઈ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

દિલ્હીમાં 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વખતે ચોમાસુ વહેલા પહોંચી શકે છે. આ વર્ષે સામાન્ય સમય કરતાં 12 દિવસ પહેલા એટલે કે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આ પહેલાં વર્ષ 2008 માં પણ ચોમાસું 15 જૂને દિલ્હી પહોંચ્યું હતું. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં ચોમાસુ સમય પહેલા આવવાની અનુકૂળ પરિસ્થિતિઓ જણાઈ રહી છે.

આજે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના: મધ્યપ્રદેશ હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ અને 24 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડીશા, છતીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક, મિઝોરમ અને અસમના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે. તટીય આંધ્ર પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઇ શકે છે. તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *