હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ જિલ્લા માં પડી શકે છે વરસાદ, જાણો તમારો વિસ્તાર છે કે નહિ

દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયાં બાદ ચોમાસુ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. તો આજેપણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં જિલ્લા માં પડી શકે છે વરસાદ : રાજ્યમાં આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં આગામીમાં 17 જૂનથી 20 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે.

અમદાવાદ માં પણ વરસાદ પડ્યો : અમદાવાદમાં પહેલા વરસાદથી જ ઠેર-ઠેર પાણી ભરાયા છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. એક કલાકના વરસાદમા પુર્વના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું હતું. તો ખોખરા ગુજરાત હાઉસિંગના માર્ગ પર પણ પાણીમાં ગરકાવ થયું હતું. આ સાથે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે સવારની વાત કરવામાં આવે તો

ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળી શકે છે રાહત : હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારથી શહેર સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

ક્યાં સુધીમાં આવશે વરસાદ : આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.

ગરમીનો સામનો કરી રહેલા રાજ્યના લોકો માટે ચોમાસાની રાહ વધી છે. બુધવારે દેશના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ શનિવારથી દરરોજ દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે આખો દિવસ ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વરસાદની પણ સંભાવના છે.

હવામાનન શાસ્ત્રીઓનું કહેવું છે કે, ચોમાસું ધીમું પડી ગયું છે અને સિસ્ટમ નબળી પડી છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના નજીકના વિસ્તારોમાં ચોમાસું હજી એક અઠવાડિયા સુધી પહોંચે તેવી કોઈ શકયતા જણાઈ રહી નથી.

અગાઉ પણ રાજ્યમાં વરસાદની સંભાવના વચ્ચે મંગળવારે પણ ગરમીથી રાહત મળી ન હતી. જોકે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાવાથી ગરમીથી થોડી રાહત મળી હતી. સતત ચાર દિવસ હવામાન વિભાગની આગાહીઓ ખોટી સાબિત થઈ રહી છે. મંગળવારે પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. પરંતુ તે આગાહી પણ ખોટી સાબિત થઈ હતી.

હવામાં ભેજનું પ્રમાણ 44 થી 81 ટકા જેટલું જોવા મળ્યું હતું. દિવસે ભારે ગરમી અને તડકા બાદ ગઈ કાલે સાંજે પવન ફૂંકાયો અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોએ હળવા વરસાદ પણ નોંધાયો હતો. ખાસ કરીને કાલે મોડી રાત્રે અમદાવાદમાં અને વહેલી સવારે સુરતમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આગામી બે દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *