ગુજરાત રાજ્યના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, સસ્તાઓ પર એટલા ફૂટ સુધી પાણી ભરાયા, જાણો કેવી છે સ્થતિ

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ બરોબર જામ્યો છે. આજે બપોરે 12 વાગ્યા પછી અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં ફેરફારની સાથે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર મેઘરાજા મહેરબાન થયા છે.

અમદાવાદના રામોલ, વસ્ત્રાલ, સીટીએસ, હાટકેશ્વર, બાપુનગર, નિકોલ, ઘોડાસર, ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર, વટવા અને નારોલમાં ધીમીધારે સતત વરસાદ ચાલુ છે. સતત ચાલુ રહેલા વરસાદને કારણે કેનાલની આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં બે ફૂટ સુધી પાણી ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 3.4 ઇંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, ભરૂચ અને ભાવનગરની અંદર પણ છેલ્લા 24 કલાકમાં એક ઇંચથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ સિવાય રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી કાંઠાના વિસ્તારોમાં બે થી ચાર ફૂટ ઉંચા મોજા આવી શકે છે. ઉપરાંત આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ થઇ ચુક્યો છે. રવિવાર સુધીમાં રાજ્યમાં થયેલા વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં પાછળના વર્ષની સરખામણીએ આ વર્ષે બમણો વરસાદ થઈ ચુક્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેશે. જેથી ખેડૂતોના કૃષિ પાકમાં વધારો થશે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છ. રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ થઇ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના રાજ્યના જુદા જુદા ઝોનની અંદર સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં છે. આ સિવાય ડાંગ, તાપી, છોટાઉદેપુર, ગીર સોમનાથ અને દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષની સરખામણીએ આ આ વર્ષે અત્યાર સુધીના સમય દરમિયાન 29 ટકા વધુ વરસાદ થયો છે.

આગામી 24 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને નૈઋત્યના પવનો દક્ષિણ ગુજરાતમાં વધુ જોર કરશે. જેને પગલે 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 જૂન સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથોસાથ ઓખા, દીવ મને માંડવીના દરિયાકિનારે ભારે પવનને કારણે ત્રણથી ચાર મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોમમાં વરસાદ થયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાત ઝોનમાં નોંધાયો છે. ગત વર્ષની સરખામણી કરતાં આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ વધુ વરસાદ થયો છે.

અત્યાર સુધીમાં રાજ્યના 144 કરતા વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે પણ રાજ્યમાં ચોમાસું સારું રહે તેવી શક્યતાઓ અપાઇ છે. હવામાન વિભાગની સંભાવના મુજબ રાજ્યમાં સતત બીજા વર્ષે ચોમાસુ સારુ રહેશે એવા સંકેતો ચોમાસાની શરૂઆતથી જ જોવા મળી રહ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જૂન મહિનાના અંતમાં ચોમાસુ વધુ સક્રિય બને તેવી આગાહી કરી છે.

બીજી તરફ દેશભરમાં વરસાદની વાત કરીએ તો બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર ચોમાસુ સતત પ્રબળ બની રહ્યું છે. નેપાળમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. નેપાળમાં આવેલા પૂરને કારણે બિહારમાં પણ અનેક નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *