10 લાખ ની ખંડણી અને નિર્લિપ્ત રાયને ચેલેન્જ આપનાર આખરે થયો ફરાર, જાણો બીજી શું મળી રહી છે માહિતી

ખંડણી અને ધાકધમકી ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જ એક કિસ્સો થોડા દિવસ થી સોશ્યિલ મીડિયા માં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે આવો જાણીએ સમગ્ર ઘટના શું છે.

અમરેલીમાં હાલમાં ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માંગી ધમકીભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડિયો ક્લિપને લઈને ચકચાર મચેલો કે. એવામાં ઓડિયો ક્લિપ વાઈરલ થયા પછી અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ આપનાર છત્રપાલ વાળા સામે પોલીસ દ્વારા એક્શન લેવાતા ફરાર થઈ ગયો છે.

અમરેલીમાં આવેલ ગુરુદત્ત પેટ્રોલ પમ્પના માલિક હિતેષ આડતિયાને છત્રપાલ વાળા નામના વ્યક્તિ દ્વારા ફોન કરીને તેની પાસેથી 10 લાખની ખંડણી પેટે માંગવામાં આવ્યા હતા. આ નાણા આરોપી છત્રપાલ દ્વારા ફરિયાદીને પ્રોટેક્શન આપવા અને સારી રીતે પેટ્રોલ પમ્પ ચલાવવા માટે આ નાણાંની માંગણી કરાઈ હતી. તેમાં તેને કહ્યું હતું કે, જો નાણાં નહીં આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તથા પેટ્રોલ પમ્પ પર ફાયરિંગ કરવાની ધમકી અને ગાળો પણ આપી હતી. તેમજ આ ઓડિયો ક્લિપ અમરેલીના એસપી નિર્લિપ્ત રાયનો ઉલ્લેખ તેણે ઓડિયો ક્લિપમાં પણ કર્યો હતો. આ દરમિયાન આરોપી છત્રપાલ વાળાએ પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ આપી હતી.

ઓડિયો ક્લીપ વાયરલ થતા જ પોલીસે પેટ્રોલ પમ્પના માલિકનો સંપર્ક કર્યો, ત્યાર બાદ આ વાતચીત ગત.તા.01/06/2021ના રોજ બપોરના 12/59 થઇ હોવાનું પેટ્રોલ પમ્પના માલિક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. જ્યારે આ અંગે અમરેલીના સીટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી છત્રપાલ વિરુદ્ધ પેટ્રોલપમ્પના માલિકે હિતેશ આડતીયાએ ફરિયાદ દાખલ કરાવી હતી.

જેને કારણે પોલીસે આરોપી વિરુદ્ધ બળજબરીથી નાણાં કઢાવવા અને ખંડણીની ફરિયાદ નોંધી હતી. અત્યારે આરોપી છત્રપાલ વાળા ફરાર છે. પોલીસ આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાર્યવાહી કરી રહી હોવાનું ડીવાયએસપીએ દ્વારા કહેવામાં આવ્યું હતું. સમાચાર ના વધુ અપડેટ માટે અમારા ફેસબુક પેજ ને લાઈક કરો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *