માં ખોડલનો પરચો – છપ્પનિયા દુકાળમાં પણ પાણી સુકાવા નથી દીધું, જાણો માટેલીયા ધરાના માં ખોડલની શક્તિનો પરિચય

ગુજરાત એક એવું રાજય છે જયાં અનેક વાર્તા, લોકકથા, જે શ્રદ્વા સાથે જોડાયેલી છે, અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય, ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા હોય જ, આવી છે એક કથા જે માટેલીયા ધરાના નામે ઓળખાય છે. ચાલો જોઈએ ટે કથા…

મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે, જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે.

કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ માટેલ ગામમાં આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી, માટેલ ગામના લોકો એજ ધરાનું પાણી પીવે છે, અને તે પણ ગરણામાં ગાળ્યા વગર પીવે છે.

તમને જણાવી દઈએ કે, માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈ, આ ત્રણેય માં ખોડલની બહેનો તરીકે ઓળખાય છે.

અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે, ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે, તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.

કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે, પણ આજ દિન સુધી ધરાનું પાણી કયારેય સુકાયું નથી, અને મંદિર દેખાયું નથી, એકવાર એક રાજાએ તે પ્રયાસ કર્યો પણ, માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.

તમે આ લેખ “Jan Avaj News” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.a

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *