પત્નીના વિરહમાં બાળકોને ઉતારીયા મોતને ઘાટ, પછી પોતે પણ કર્યું આવું કે જાણીને હેરાન રહી જશો

નમસ્કાર મિત્રો દિલ હાસમાંસાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ રહેતા યુવકએ છ માસ પૂર્વે મૃત્યુ પામેલી પત્નીનાં વિરહમાં પોતાની બે માસૂમ દીકરીઓને ગળે ટુંપો દઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતા અને બે દીકરીઓના મોતની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

ઘટનાની વિગત ની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આવેલ પાદરા તાલુકાના દુધવાડા ગામના ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિના લગ્ન આણંદની લતા નામની યુવતી સાથે થયા હતા. અને છેલ્લા ત્રણ વર્ષથી ચિરંજીવી આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ મેલડીમાતાના ફળિયામાં પોતાની બે દીકરીઓ અને પત્ની સાથે રહેતો હતો. ચિરંજીવીની પત્ની લતાબેન છ માસ પૂર્વે પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી.

આગળ ની ઘટનાની વાત કરીએ તો આ વિરહ તેમનાથી સહન થયો નહિ પત્નીના અવસાન બાદ ચિરંજીવીના ત્રણ બાળકોને તેઓની સાસુ સુશીલાબેન ઉછેરતા હતા. પરંતુ ચિરંજીવીને પોતાની મૃત્યુ પામેલી પત્નીની બહુ યાદ આવતી હતી. અને પત્નીનો વિરહ અસહ્ય બન્યો હતો. પત્નીનો વિરહ અસહ્ય બનતા ચિરંજીવીએ આત્મહત્યાનો પ્લાન બતાવ્યો હતો.

આ માટે તેણે નવું દોરડું ખરીદી ઘરમાં લાવીને મૂક્યું હતું. અને પોતાના મૃત્યુ બાદ પોતાની બંને દીકરીઓ અનાથ ના બને તે માટે ગત રાત્રિના સુમારે ચિરંજીવીએ ઘરમાં સુઈ રહેલી પોતાની બંને દીકરીઓને કોઈ ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ ઘરના મોભ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ઘટનાની ખબર સવારે દૂધવાળો દૂધ આપવા આવતા દરવાજો નહીં ખોલતા આસપાસના લોકોએ દરવાજો ખોલી જોતા ચિરંજીવીનો મૃતદેહ દોરડા સાથે લટકતો હતો અને બંને દીકરીઓ મૃત હાલતમાં પથારીમાં પડી હતી, ઘટનાની જાણકારી મળતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ધરમાંથી ચીરંજીવીએ લખેલી સ્યુસાઈડ નોટ પણ કબ્જે કરી છે, જેમાં તેણે પોતાની પત્નીનાં વિરહમાં આત્મહત્યા કરતો હોવાનું તેમજ પોતાની બન્ને દિકરીઓને પણ સાથે લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું છે. સમાચારના વધુ અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *