AAP માં બે મોટા ચહેરાઓની થઇ એન્ટ્રી,લોકગાયક વિજય સુવાળા અને મહીપતસિંહ જોડાયા આપ માં,જુઓ વિગતવાર માહિતી

પુરા વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 99 લાખ 44 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી.

ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 20 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત ના રાજકારણ હવે ધીમે ધીમે ગરમાયુ છે.ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાય હવે ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીની વિધિવત એન્ટ્રી પછી હવે રાજકારણ માં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટીમાં પત્રકાર ઇસુદાન ગઢવીના જોડાયા બાદ પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડવામાં આવી રહ્યાં છે. આજે આમ આદમી પાર્ટીમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સરપંચ તેમજ સર્વ સમાજ સેના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ જોડાયા છે.

આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં નવયુવાનોને જોડવામાં આવી રહ્યા છે. આજે બંને યુવાનો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમનું સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અમારો પ્રયત્ન રહેશે.

ગાયક કલાકાર વિજય સુવાળાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જેઓ જમીનથી જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે. સમાજમાં દરેક વર્ગને સાથે રાખી ચાલનાર પાર્ટી સાથે આજે જોડાયો છું.

ઉલ્લેખનીય છે કે,થોડાક દિવસો પહેલા જ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા..

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *