દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની ખાસ આગાહી

રાજ્યમાં વરસાદની મોસમ જામી ત્યારે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે આગામી બે કે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતને કેટલાક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે તો સુરત નવસારી સહિતના જિલ્લા અને તાલુકાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી : હવામાનની વરસાદને આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : જો કે નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે અમરેલી અને ગીર સોમનાથ સહિત જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં પણ વાદછાયું વાતાવરણ : જ્યારે અમદાવાદમાં પણ વાદછાયું વાતાવરણ રહેશ, જોકે કેટલાક ભાગોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, વરસાદ પડતી હવે ખેડૂતો પાકને લઈ ચિંતા મુક્ત બન્યા છે જો કે હજુ પણ વરસાદ પડે એવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.

આ વિસ્તારોમાં વીજળી પડવાની આશંકા : વિભાગે કહ્યું છે કે 18 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં 19 જુલાઈએ જમ્મુમાં અને 18થી 19 જુલાઈએ ઉત્તરાખંડમાં ભારે વરસાદનું અનુમાન છે. તેમણે કહ્યું કે આવનારા 24 કલાક દરમિયાન ગુજરાત, મધ્ય પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં અલગ અલગ સ્થાનો પર વીજળી પડવાની આશંકા અને વરસાદ થવાનું અનુમાન છે.

મહારાષ્ટ્ર, કેરળ સહિત આ રાજ્યોમાં વરસાદની શક્યતા : આવનારા 6થી 7 દિવસ દરમિયાન ગુજરાત છોડીને પશ્ચિમ તટ અને પશ્ચિમ પ્રાયદ્વીપીય ભારતમાં બાકીના ભાગોમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. વિભાગે કહ્યું કે આ સમ દરમિયાન કોંકરણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં કર્ણાટક, કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વિભાગે કહ્યું છે કે પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *