ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 09 લાખ 56 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 22 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે.ત્યારે હવે રાજ્યમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે.

ત્યારે રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સાંજ અને રાતના સમયે મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 19.72 ટકા વરસાદ નોંધાયો છે.

સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કહેર મચાવ્યો છે. આજે દેશમાં કોરોના નો આંકડો 2 લાખ 15 હજાર ને પાર પહોંચી ગયો છે. હવે ભારત વિશ્વનો 7મો એવો દેશ બની ગયો છે કે જ્યાં કોરોના સંક્રમણ ધરાવતા લોકોની સંખ્યા 2 લાખથી વધારે છે.ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 18 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ થી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેણે ખેડૂતોની ચિતા માં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાસી ગયા હતા. જ્યારે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને વરસાદનું આગમન થયું હતું.

ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અને મીની વાવાઝોડું ફૂંકાયું તેવો ફૂંકાયો હતો પવન.ખાંભા પંથકમાં માત્ર અડધી કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાંભાના નેસડી, વાવડી, રાયડી, સરકડિયા, કોદીયા સહિતના ગામડાઓમાં વરસાદ, પવન સાથે ત્રાટક્યો હતો. જેને લઈને ખાંભાની હડિયા નદીમાં આવ્યું પુર,ખાંભાના ગ્રામીણ નદીમાં પણ આવ્યું પુર.જ્યારે રાજુલાના મોટા આગરીયા, નવા આગરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કુકાવાવ અને વડિયા વચ્ચે ફૂંકાયુ મીની વાવાઝોડું,વડીયાના અનીડા ગામ નજીક વૃક્ષો ધરાશાય થયા હતા. ગીર પંથક માં વરસાદ પડતાં કેરીના પાકને મોટા પાયે નુકશાન થશે તેવું ખેડૂતો નું કહેવું છે.

તો બીજી બાજુ રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમી છાંટણા થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટના શાપર-વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જસદણ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો .રાજકોટ ગ્રામ્ય બાદ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અચાનક શહેરમાં કાળા ડિબાંગ વાદળા છવાયા છે. અસહ્ય ઉકળાટ બાદ અચાનક શહેરમાં પવન ફૂંકાવા લાગ્યો છે.શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે.ગોંડલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ભરૂડી પાસે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ભુણાવા ગામે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના ST ડેપોમાં વૃક્ષ પડતા ત્રણ મોટરસાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખાંભાના ભાવરડી, નાનુડી, ચતુરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.

ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. આજે બપોર બાદ વાતાવરણ ગોરંભાયું હોય જેને પગલે આજે આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મહુવા શહેર અને પંથક તેમજ તળાજાના અલંગ અને પીથલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં પણ પાણી ભરાય ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભીમ અગિયારસ આજુબાજુ સામાન્ય રીતે વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોતા હોય છે. જ્યારે આ વર્ષે વરસાદ પણ વહેલો હોય તેવું લાગી રહ્યું છે. હજુ ગુજરાતમાં સત્તાવાર વરસાદનું આગમન થયું નથી. પરંતુ આગતર વાવણી થાય તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.બગદાણામાં પણ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. શહેર અને આસપાસના ગામોમાં કાલાવડ, આણંદપર, જશાપર, શીશાંગ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.યાત્રાધામ વીરપુરમાં મિની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોના છાપરા પરના પતરા ઉડ્યા હતા. સતત બીજા દિવસે ભારે પવનને લઇને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવનને કારણે શહેરમાં વીજળી ગુલ થઇ હતી. ભારે પવન સાથે વરસાદને લઇ વૃક્ષો ધરાશાયી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *