હવામાન વિભાગ નું મહત્વ નું અપડેટ, આજ રાત્રિથી શરુ થઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ, આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગ નું મહત્વ નું અપડેટ, આજ રાત્રિથી શરુ થઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ, આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે..હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલમાં ફક્ત ડિપ્રેશન છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે 30 સપ્ટે. થી 4 ઓક્ટો. સુધી રાજ્યના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યેલો એલર્ટ જાહેર કરાયું છે.

બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ભરૂચ શહેરમાં એકધારા 14 કલાક વરસાદને કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા.

આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાં સવારથી સતત વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યભરમાં 200 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ગુલાબ વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતા કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી કરી હતી. દરમિયાન સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે એકલા રાજકોટ જિલ્લામાં 27 માંથી 21 જળાશયો ઓવરફ્લો થયા છે.

એક તબક્કે એવુ લાગતુ હતુ કે, રાજકોટ સહિત જિલ્લામાં દુષ્કાળની ભીતિ હતી. અમુક ગામોમાં તો દુષ્કાળ જાહેર કરવાની માગણીઓ પણ ઉઠવા લાગી હતી. પરંતુ મેઘરાજા દેર સે આયે પણ દુરસ્ત આયે એ કહેવત મુજબ પાછોતરા વરસાદમાં પાક-પાણીનું ચિત્ર પલટી નાખ્યુ છે. એમાયે ખાસ કરીને થોડા દિવસ પહેલા માત્ર 30 કલાકમાં એકસાથે 18 ઇંચ વરસાદ પડ્યો ત્યાંરે આ એક જ વરસાદમાં રાજકોટની તરસ બુજાવતા ઘરઆંગણેના આજી-1, ન્યારી-1, લાલપરી-રાંદરડા સહિતના જળાશયો છલકાવી નાખ્યા હતા. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ડેમ ભાદરના પણ તમામ દરવાજા ખોલવા પડે તેવી ધીંગી જળરાશી આવી ગઇ છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ પાછળ સ્રોતની જવાબદારી રહેશે, આ વેબસાઇટ અથવા પેજની નહીં.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *