દારૂ પીને વાહન ચલાવનારાઓની ખેર નથી, થાય શકે છે 10 હજારનો દંડ કે 6 મહિનાની સજા, જાણો શું કહે છે નવો નિયમ - Jan Avaj News

દારૂ પીને વાહન ચલાવનારાઓની ખેર નથી, થાય શકે છે 10 હજારનો દંડ કે 6 મહિનાની સજા, જાણો શું કહે છે નવો નિયમ

નમસ્કાર મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, દેશની રાજધાની દિલ્હીમાં દારૂ પીને ગાડી ચલાવનારાઓની હવે ખેર નથી. વારેઘડી થતા રોડ એક્સીડન્ટને કાબૂમાં લેવા માટે દિલ્હી ટ્રાફિક પોલિસે ફરીથી Drunk And Driveની શરૂઆત કરી છે. આ વખતે Drunk And Drive પર પોલીસ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને મેમો ફાડી રહી છે. અલ્કોમીટરમાં લાગનારા પાઈપને પણ એકવાર ઉપયોગમાં લેવાશે. દરેક પાઈપ પેકિંગમાં હશે.

શું છે Drunk And Drive પર પોલિસની કાર્યવાહી? : દિલ્હી ટ્રાફિક પોલિસ મોટા સ્તરે Drunk And Drive શરૂ કરી ચૂકી છે. મળતી માહિતી અનુસાર આ સ્થિતિની તપાસ માટે દિલ્હીના કનોટ પ્લેસ પર ટીમ પહોચી છે. અહીં ટ્રાફિક પોલિસ ઈન્સ્પેક્ટર સુનિલ યાદવ પોતાના સ્ટાફની સાથે હાજર હતા, શનિવારે રાતે લોકો બાર અને હોટલમાં પાર્ટી કરવા જતા અને દારૂ પીને વાહન ચલાવીને રોડ એક્સીડન્ટને આમંત્રણ આપતા હતા. અનેક એક્સીડન્ટમાં લોકોના જીવ પણ ગયા હોવાનું સામે આવ્યું છે.

હવે નહીં ચાલે કોરોનાનું બહાનું : કોરોનાના કેસ દિલ્હીમાં વધવાને લઈને Drunk And Driveને બંધ કરી દેવાયો હતો અને લોકો પણ કોરોનાનું બહાનું બનાવીને એલ્કોમીટરનો ઉપયોગ કરવાની મનાઈ કરી દેતા હતા. જેના કારણે આ ડ્રાઈવ બંધ કરી દેવાઈ હતી.

આ રીતે બને છે મેમો : ટ્રાફિક ડીસીપીના અનુસાર સ્ટાફ ગ્લવ્ઝ અને માસ્કની સાથે હાજર રહે છે. એકવાર યૂઝ કર્યા બાદ એલ્કોમીટરને સેનેટાઈઝ કરાય છે, નવા અલ્કોમીટર પાઈપનો ઉપયોગ કરાય છે જે પહેલાથી પેકિંગમાં હોય છે. પહેલા એલ્કોમીટર પાઈપ પેકિંગમાં આવતા ન હતા અને સાથે દૂરી બનાવીને મેમો ફાડવામાં આવી રહ્યા છે. Drunk And Driveના શરૂ થયા બાદથી હજુ પણ અનેક લોકો દારૂ પીને વાહન ચલાવતા જોવા મળી રહ્યો છે અને તેમને પૂછવામાં આવે તો તેઓ ધમકી આપી રહ્યા છે. કેટલાકને તેનો અફસોસ પણ છે.

આવો છે નવો નિયમ : મળતી માહિતી અનુસાર જો તમે દારૂ પીને વાહન ડ્રાઈવ કરો છો અને પોલિસ તમને પકડે છે તો નવા મોટર વ્હીકલ એક્ટના આધારે તમારી ગાડી જપ્ત થઈ શકે છ અને તેની સાથે કોર્ટ તમારી પર 10 હજાર રૂપિયાનો દંડ જાહેર કરી શકે છે. આ સિવાય તમને 6 મહિનાની જેલની સજા અથવા બંને થઈ શકે છે. આ માટે તમે તમારા અને પરિવારનું ધ્યાન રાખો અને આવી ભૂલો ન કરો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *