પોલીસે અને યુવતીએ સરકારી કારમાં જ શરુ કરી દીધું ના કરવાનું કામ, સરકારી ગાડીમાં તે ક્યારેય મોજ નહી કરી હોય, ચાલ તને એન્જોય કરાવું, પછી જે થયું એ… - Jan Avaj News

પોલીસે અને યુવતીએ સરકારી કારમાં જ શરુ કરી દીધું ના કરવાનું કામ, સરકારી ગાડીમાં તે ક્યારેય મોજ નહી કરી હોય, ચાલ તને એન્જોય કરાવું, પછી જે થયું એ…

પોલીસ નું મુખ્ય કાર્ય અપરાધને થતો હોય તે રોકવાનું હોય છે, અને થયેલા અપરાધની પુરે પુરી તપાસ કરી તારણો ન્યાય પાલિકા સમક્ષ રજુ કરવાંના હોય છે. પરંતુ જો પોલીસ જ અપરાધ કરે તો ન્યાય કોણ કરશે ? આવી જ એક ઘટના ગુજરાતના વેરાવળમાં સામે આવી છે. આવો જાણીએ આ ઘટના વિશે વિગતવાર.

રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો.

બાદમાં લોકોએ કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. જો કે ઘટના અંગે માહિતી મળતા પોલીસ સ્ટેશનના PI પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

PI એ સ્થાનિક લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. જેના કારણે લોકો રોષે ભરાયા હતા. લોકોની સાથે PI એ ખુબ જ ગેરવર્તણુંક કરી હતી. પોલીસે પોતાના સ્ટાફના વ્યક્તિને બચાવવા લાજવાના બદલે ગાજી હતી.

સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લેતા તે લાજવાના બદલે ગાજવા લાગ્યો હતો અને પટ્ટો ઉતારીને લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં હોવા છતા સ્થાનિક પોલીસે તેને છાવરવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો. ગામલોકોએ અશ્વિન મકવાણાની કામલીલા પોતાના મોબાઇલમાં કેદ કરી હતી.

આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે. સાંજ સુધીમાં હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ભરવામાં આવશે. ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાશે. હાલ તો સમગ્ર મામલે ફરિયાદ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.

કોન્સ્ટેબલ ની આ હરકતોની તેની પત્નીને જાણ થતા તેણે પોતાના પરિવારને બોલાવ્યો હતો. તેની બહેન આવી હતી અને કપડાં પેક કરીને થેલો લઈને જ સ્થળ પર પહોંચી હતી અને પરિવારે સંબંધ તોડી નાખવાનું કહ્યું હતું. જ્યારે તેની સાથે પકડાયેલી યુવતીના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી જોકે તેના કોઇ સગા સ્થળ પર આવ્યા ન હતા.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *