શું તમે રતન ટાટાની લવ સ્ટોરી વિશે જાણો છો?, અમેરિકાની છોકરીને પ્રેમ કર્યા બાદ આજે પણ રતન ટાટાએ નથી કર્યા લગ્ન, આ લવ સ્ટોરી ભાગ્યે જ કોઈ જાણતુ હશે

રતન ટાટા એક નામ જે ઉદ્યોગપતિ તરીકે નહીં પરંતુ આઇડલ તરીકે3 અને એક આઇકોન તરીકે ઓળખાય છે. પોતાના બિઝનેસના ગ્રોથ સાથે ટાટા ગ્રુપે સમાજ માટે ઘણું કામ કર્યું છે. Tata Group ના Chairman Emeritus રતન ટાટાનું જીવન માત્ર અનુકરણીય જ નથી પરંતુ ઘણી બાબતોમાં અન્ય ઉદ્યોગપતિઓએ તેમની પાસેથી શીખવું જોઈએ. રતન ટાટાને ઘણો વારસો મળ્યો હતો પરંતુ તેમનું જીવન પણ સંઘર્ષોથી ભરેલું હતું.

રતન ટાટાએ લગ્ન નથી કર્યા અને હંમેશા આ પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે? તેના જવાબમાં રતન ટાટાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,હું ચાર વાર લગ્ન કરતો કરતો રહી ગયો અને દરેક વખતે હું કોઈ ડરને કારણે આગળ વધી શકતો ન હતો.

દરેક તક જુદી હતી. પરંતુ આજે જ્યારે હું મારા મિત્ર લોકોને જોઉં છું, ત્યારે એવું લાગે છે કે મારો નિર્ણય ખોટો નહોતો. મને લાગે છે કે જો લગ્ન થયા હોત તો આ મામલો વધુ જટિલ હોત.

રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી શેર કરી હતી અને કહ્યું હતું કે અમેરિકાના Los Angeles માં એક છોકરી સાથે તેના ગાઢ સંબંધ હતો. રતન ટાટા અમેરિકામાં કામ કરતા હતા અને બંનેએ ભારત આવીને લગ્ન કરવાની યોજના બનાવી હતી. રતન ટાટા પહેલા ભારત પહોંચ્યા અને તે છોકરી પછી આવવાની હતી. એ જ વર્ષે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ થયો.

આ સંઘર્ષ હિમાલયના બર્ફીલા શિખરો પર ચાલી રહ્યો હતો અને તેને યુ.એસ. તરફથી ઉગ્ર યુદ્ધ તરીકે જોવામાં આવતું હતું. રતન ટાટાની ગર્લફ્રેન્ડના માતા-પિતા તેને ભારત મોકલવા તૈયાર નહોતા અને સંબંધની વાત આગળ વધે તે પહેલા જ અટકી ગઈ અને તે છોકરીએ અમેરિકામાં જ લગ્ન કરી લીધા.

રતન ટાટાએ લોસ એન્જલસના આ 2 વર્ષને અત્યંત યાદગાર ગણાવ્યા હતા. રતન ટાટા 7 વર્ષથી ઘરે પરત ફર્યા નહોતા અને આ સમય દરમિયાન તેમની દાદીની તબિયત લથડી. રતન ટાટા 1962 માં દાદીની તબિયત બગડવાને કારણે ભારત પરત ફર્યા અને તેમની ગર્લફ્રેન્ડ અમેરિકામાં જ રહી હતી. ત્યારબાદ રતન ટાટાએ લગ્ન કર્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *