વિજય રૂપાણી ના રાજીનામાં થી કુદરત પણ રડી પડી?, 13 ઇંચ વરસાદે સમગ્ર શહેરને ઘમરોળ્યું, આવા થયા શહેર ના હાલ - Jan Avaj News

વિજય રૂપાણી ના રાજીનામાં થી કુદરત પણ રડી પડી?, 13 ઇંચ વરસાદે સમગ્ર શહેરને ઘમરોળ્યું, આવા થયા શહેર ના હાલ

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે ત્યારે હજુ પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે.સમગ્ર રાજકોટમાં ગઈકાલ રાતથી વરસાદ ચાલુ છે અને સાંજના 4 વાગ્યા સુધીમાં ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજકોટ ના 6 ડેમ પણ છલકાઈ ગયા છે.ગોંડલમાં પણ 11 ઇંચ વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે.

ગોંડલમાં અન્ડરબ્રિજ પણ પાણીમ ગરકાવ થઇ ગયા છે.હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરાઈ છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ને જોડતો માર્ગ પણ બંધ થયો છે. ધોધમાર વરસાદ અને અંધારા ના કારણે વાહનચાલકો ને પણ મુશ્કેલી પડી રહી છે.

રાજકોટમાં ગઈકાલ મોડી રાતથી150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા.શહેરના અનેક વિસ્તારોમાં કાર પણ પાણીના પ્રવાહમાં તણાઈ હતી.રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.નાગરિકોને પણ નદીના પટમાં નહી જવા કહેવામાં આવ્યું છે.

રાજકોટ ઉપરાંત ગુજરાત માં વરસાદ ની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ પડતાં ૨૦૭ ડેમો પૈકી ૨૩ ડેમો સંપૂર્ણ છલકાયા છે, અઠવાડિયા ૫હેલા ગુજરાતમાં માંડ ૪ ડેમો ૧૦૦ ટકા ભરાયેલા હતા, એટલું જ નહિ પરંતુ રાજ્યમાં વરસાદની તોફાની ઈનિંગને પગલે ૩૬ ડેમો એવા છે જેમાં ૯૦ ટકા કરતાં વધુ પાણી ભરાયું છે, ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને સ્થળાંતરની કામગીરી કરવા માટે પણ તંત્રે સૂચના આપી છે. સરદાર સરોવર ડેમને બાદ કરતાં ગુજરાતના ૨૦૬ ડેમોમાં ૬૮.૧૭ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે સરદાર સરોવર ડેમ સહિત ૨૦૭ ડેમમાં ૬૨.૨૬ ટકા પાણી સંગ્રહ થયું છે.

નર્મદા અને કલ્પસર વિભાગના ૧૩મી સપ્ટેમ્બરના સોમવારની સ્થિતિના રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમો પૈકી ૨૦ ડેમોમાં ૧૦૦ ટકા પાણી ભરાયું છે, રાજકોટમાં આજીના નીચાણ વાળા ૧૧૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ૫૧.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે, દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ત્યાંના ૧૩ ડેમોમાં ૮૮.૯૫ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે, બીજી બાજુ કચ્છના ૨૦ ડેમોમાં હજી માંડ ૨૩.૯૪ ટકા જ પાણી છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૪૯.૩૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે, ૧૭ પૈકી એક ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમોમાં અઠવાડિયા પહેલાં માંડ ૨૩ ટકા આસપાસ જ પાણીનો સંગ્રહ થયો હતો, જોકે વરસાદને પગલે ૨૭.૯૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *