ફરી ભારે વરસાદ માટે તૈયાર રહેજો!, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે, ગુજરાતમાં વરસાદને લઈ કરી આગાહી - Jan Avaj News

ફરી ભારે વરસાદ માટે તૈયાર રહેજો!, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે, ગુજરાતમાં વરસાદને લઈ કરી આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. જે અનુમાન કરાયું છે તે પ્રમાણે 19 અને 20 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. જો કે આટલા સારા વરસાદ છતાં હજુ રાજ્યમાં વરસાદની 20 ટકા ઘટ છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી છે.

અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની શક્યતાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જોકે આગામી ત્રણ દિવસ હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

ડેમ એલર્ટ પર : ગુજરાત પર સતત વરસી રહી છે મેઘરાજાની મહેર. સૌરાષ્ટ્રમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે 72 ટકા વરસાદ. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસી ચૂક્યો છે વરસાદ તેના પર. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 85 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. જ્યારે કચ્છમાં 75 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં 73 ટકા અને મધ્ય ગુજરાતમાં 59 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 57 ટકા વરસ્યો છે વરસાદ.

મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત થઈ રહી છે આવક. રાજ્યમાં 48 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 44 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 69 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 11 ડેમ છે એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 26 ટકા પાણીનો જથ્થો છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી હતી. હવે ફરી 20મી સપ્ટેમ્બર બાદ ફરી સુરત, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં આજથી ત્રણ દિવસ હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.

ગુરુવારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. આખા દિવસમાં છૂટાછવાયા વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. હવે ફરીથી ૨૦મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુરુવારે ફક્ત સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા પંદર દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અવિરત વરસાદ પડતાં તળાવ, નદી, ડેમ ભરાઇ જવા પામ્યા છે. ખેડૂતોને પણ પૂરતું પાણી મળી જતાં ડાંગર, શેરડીના પાકને નવજીવન મળી ગયું છે. લાંબા સમય બાદ વરસાદે વિરામ લીધો હતો. ખાસ કરીને વલસાડમાં ગુરુવારે આખા દિવસમાં માત્ર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદે વિરામે લીધો હતો. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં દોઢ ઈંચ, ઉમરપાડામાં અડધો ઈંચ અને સુરત શહેરમાં ૮ મી.મી. વરસાદ પડયો હતો. હવે આગામી 19મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી અતિ હળવા વરસાદની આગાહી છે.

ઉકાઇ ડેમમાં 341 ફૂટની સપાટી સુધી જ પાણી ભરાશે: આયુષ ઓક: જિલ્લા કલેક્ટર ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી ગઇ છે. ચાલુ સિઝનમાં ડેમ 341.39 ફૂટની સપાટીને અડી જતાં તંત્રે ડેમની 340 ફૂટની જાળવી રાખવા આવક સામે જાવક વધારી દીધી હતી. બે દિવસ સુધી 98 હજાર ક્યુસેક પાણી છોડી સપાટી દોઢ ફૂટ નીચે લઇ આવવામાં આવી હતી. ગુરુવારે સાંજે ડેમમાં પાણીની સપાટી 340.01 ફૂટ જ્યારે પાણીની આવક અને જાવક 22744 ક્યુસેક નોંધાઇ હતી.

જોકે, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ઉકાઇ ડેમમાં 341 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે. તેનાથી વધુ પાણી નહીં ભરવા નિર્ણય લેવાયો છે. ત્યારે હવે ડેમમાં એક ફૂટ સુધી પાણીનો સંગ્રહ થાય તેની સંભાવના છે. ત્યારબાદ ડેમમાં આવતું પાણી છોડી મુકાશે તેવી સંભાવના છે.

રાજ્યમાં 48 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 44 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 69 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 11 ડેમ એલર્ટ પર છે. નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 26 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 87 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *