આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી આ મહત્વની આગાહી - Jan Avaj News

આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી આ મહત્વની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. આ વચ્ચે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવ ભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ તથા અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો જામનગરમાં પણ કાલે સવારથી આભ ફાટયું છે. કાલે સવારથી જ રાજ્યના 14 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. રાજકોટના લોધિકાની વાત કરીએ તો અહી સૌથી વધારે 17.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 103 થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

શનિવારે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે જેની અસર તળે ૧૨ તારીખે સતત વરસાદ ચાલુ રહેશે. ઉપરાંત આવતી કાલે ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ તથા જામનગરમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના ડેમમાં પાણીનો ભરપૂર જથ્થો એકત્રિત થઇ જશે તેવું અંબાલાલે જણાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગમી 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ અને જામનગરમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જામનગરના કાલાવડ વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જામનગર ઉપરાંત રાજકોટમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકથી આ વિસ્તારોમાં વરસાદ યથાવત છે તો હજુ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ તથા જામનગર વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ખાસ કરીને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે નર્મદા, તાપી, સુરત, ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબીમાં આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *