ગાંધીનગર માં મળી આવેલ બાળકના પિતા ની ઓળખ મળી આવી, જાણો કોણ છે તેના પિતા?, શા માટે પિતા તરછોડ્યો, જાણો - Jan Avaj News

ગાંધીનગર માં મળી આવેલ બાળકના પિતા ની ઓળખ મળી આવી, જાણો કોણ છે તેના પિતા?, શા માટે પિતા તરછોડ્યો, જાણો

પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતી. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતી. જેથી હવે બાળકના માતા-પિતા કોણ હતી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતી.

મામલો એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, ગૃહમંત્રી પોતે દોડી આવ્યા હતા અને તત્કાલ પોલીસને આ બાળકના પિતાને શોધવા માટે અપીલ કરવામાં આવી હતી. પોલીસની મહેનત આખરે રંગ પણ લાવી હતી. તેનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. તે સેક્ટર 26 માં રહેતો હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર SP મયુર ચાવડાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામેં આવ્યું છે. ઘરકંકાસથી કંટાળીને આ આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ટુંક જ સમયમાં ગૃહમંત્રી આ અંગે પત્રકાર પરિષદ આયોજીત કરી શકે છે.

સચિન નંદકુમાર દીક્ષિત નામનો આ વ્યક્તિ ગાડી પર આવ્યો હતો અને બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. હાલમાં તે D-35, ગ્રીનસીટીની સામે સેક્ટર 26માં રહેતો હતો. પતિ પત્નીના ઝગડામાં તે પોતાના બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. આ સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુળ મધ્યપ્રદેશનો છે અને તે પોતાના બાળકને મુકીને કોટા જતો રહ્યો હતો. જો કે પોલીસે તેની કોટાથી ધરપકડ કરી છે. હાલ કોટાથી લઇને આવી રહી છે. આશરે 7 વાગ્યે તંત્ર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે.

માસૂમ સ્મિતના પિતા અંગે જાણવા મળતી વિગતો અનુસાર, બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે. હાલ તેના ઘરે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છેકે, વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ તથા 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બાળકને તરછોડ્યા બાદ પરિવાર ગાયબ: વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, આ દિક્ષિત દંપતી સેક્ટર 26માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને બાળકને તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં. પોલીસને પ્રાથમિક વિગતો મળ્યા બાદ ત્યાં પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ પાડોસીઓ તરફથી પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

દંપતીને પકડવા પોલીસ રાજસ્થાન પહોંચી: દંપતી અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે મળેલી વિગતો અનુસાર એસઓજી પીઆઇ સચિન પવાર આ કેસની તપાસ કરી રહ્યાં છે. બાળકને તરછોડનારને પકડવા માટે પોલીસે 100થી વધુ ફૂટેજ ચેક કર્યા હતા. કાર ઘરેથી મળી આવી હતી. દંપતીને ગાંધીનગર લાવવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના એચ પી ઝાલા, જે એચ સિંધવ, SOG પીઆઈ સચિન પવાર, સહિતની ટીમની સરાહનીય કામગીરી કરી છે.

સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં મોકલાઈ: ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છૂટ્યો હતો. છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ હતી. વાલી-વારસોને શોધવા માટે પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા હતા, જ્યારે 8 ટીમ તૈયાર કરાઈ હતી. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ હતી.

રાજ્યમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લાગી: આ ઉપરાંત ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લગાવવામાં આવી હતી, જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલાં બાળકોની મિસિંગ કમ્પ્લેન નોંધાઈ છે કે નહીં એની તપાસ પણ શરૂ કરાઈ હતી. પોલીસની 1 ટીમ તમામ રાજ્યોના પોલીસ કન્ટ્રોલ રૂમને બાળકની માહિતી પહોંચાડવા કાર્યરત કરાઈ હતી.

શુક્રવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં બાળક મળ્યું; ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો, જેથી તે દોડીને દરવાજા તરફ ગયો હતો. દરવાજા પાસે એક બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત તેને તેડી લઈ શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેણે ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.

સીસીટીવીમાં એક શખસ બાળકને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો: બાદમાં સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, જેને પગલે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ગુરુકુળના સીસીટીવી ચેક કરતાં એક શખસ બાળકને ઊંચકીને ગૌશાળામાં પ્રવેશી બાળકને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો. ત્યારે ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેના વાલી-વારસોને શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. આ બાળક ને ન્યાય અપાવવા આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરશો. તમારા એક શેર કરવાથી આ પોસ્ટ દરેક સુધી પહોચશે આભાર .

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *