આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં પડશે વીજળીના કડાકા સાથે વરસાદ, જાણો કઇ તારીખથી થશે ચોમાસાની વિદાય - Jan Avaj News

આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં પડશે વીજળીના કડાકા સાથે વરસાદ, જાણો કઇ તારીખથી થશે ચોમાસાની વિદાય

અમદાવાદ : ગુજરાતમાં ખૈલેયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે નવરાત્રિના પહેલા નોરતે એટલે 7 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લઇ શકે છે. નૈઋત્યનું ચોમાસું ગુરૂવારથી જ ગુજરાતમાં તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે. ગુજરાતમાં આ વખતે જુલાઇ અને ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો પરંતુ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થતા રાજ્યમાં ચોમાસાની ઘટ નથી રહી. આ વખતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન 31.44 ઈંચ સાથે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં છે વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છેઆ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. સોમવારે દિવસ દરમિયાન સુરતના પલસાણામાં સૌથી વધુ બે ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નવસારી, બારડોલી, કામરેજમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ચોમાસાની વિદાય ક્યારે?
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ ઘટ 15% છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની વિદાય 7 ઓક્ટોબરે થવા જઇ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે તાપ લાગશે. એટલે ત્યારથી બેવડી મોસમનો અનુભવ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *