હવામાન વિભાગની આગાહી, અરબ સાગરના પ્રેશરથી આગામી 3 દિવસ સુધી સર્જાય શકે છે વરસાદી માહોલ - Jan Avaj News

હવામાન વિભાગની આગાહી, અરબ સાગરના પ્રેશરથી આગામી 3 દિવસ સુધી સર્જાય શકે છે વરસાદી માહોલ

હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. હજી પણ આગામી 3 દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે.

અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં એક અપર એર સાઈકલોનિક સરક્યુલેશન સર્જાતા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વિજળીના કડાકાં સાથે ભારે પવન ફૂંકાવાની શકયતા છે.

તા.15 સુધીમાં કોઈ કોઈ ભાગમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તા.25 સુધીમાં ભારે ગરમી પડશે. તા.20-21 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. હવાના હળવા દબાણથી રાજ્યના ઉત્તર-પૂર્વીય કોઈ કોઈ ભાગોમાં, મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાં જેવા વરસાદની શક્યતા રહેશે.

હવામાન વિભાગના મતે હવાનું ચક્રવાત સમુદ્રની સપાટીથી 4.5 કિલો મીટરના સ્તરે છવાયેલું છે. આ સિસ્ટમને કારણે કોંકણ અને ગોવા તેમજ મહારાષ્ટ્રના તટીય વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાત પંથકમાં પણ વિજળીના કડાકાં સાથે ભારે પવન છવાયેલો રહેવાની શકયતા છે.

ભારતમાં મહદંશે બંગાળના ઉપસાગરનું વહન વરસાદ લાવતું હોય છે. અરબ સાગરનું વહન પણ વરસાદ લાવતું હોય છે. પરંતુ તે ઓમાન તરફ ફંટાઈ જાય તો વરસાદ ઓછો પડતો હોય છે અથવા તો હળવું દબાણ સમુદ્રમાં જ વિખાઈ જાય તો પણ વરસાદ ઓછો પડતો હોય છે. ચોમાસાની શરૃઆતમાં જેમકે એપ્રિલ માસમાં હિમાલય ઉપર ભારે બરફ વર્ષા થાય અને મે માસ બરાબર ગરમ ન રહે તો પણ ચોમાસું લંબાતું હોય છે.

હવામાન વિભાગના નિષ્ણાંક અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, સાથે ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે તેવું પણ જણાવ્યું છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 9 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

વરસાદનું વિઘ્ન ખૈલયાઓની રમઝટ બગાડી શકે લાગી રહ્યું છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈ વિશેષ સિસ્ટમ સક્રિય થઈ નથી, પરતું ભેજવાળા વાતાવરણના કારણે વાદળો બંધાઈ રહ્યા છે, જેથી આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સંભાનાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. ઓક્ટોબર મધ્યથી ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે, સવારે હલકી ઠંડી અને બપોરે પ્રખર ગરમીનો અનુભવ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *