આ અઠવાડિયે આ 7 રાશિઓનું ભાગ્ય રહેશે સપ્તઋષિના તારાની જેમ ચમકીલું, વાંચો મેષ થી મીન સુધીનું રાશિફળ - Jan Avaj News

આ અઠવાડિયે આ 7 રાશિઓનું ભાગ્ય રહેશે સપ્તઋષિના તારાની જેમ ચમકીલું, વાંચો મેષ થી મીન સુધીનું રાશિફળ

મેષ : સારાનું પરિણામ સારું અને ખરાબનું ખરાબ એ તો સાંભળ્યું જ હશે. મેષ રાશિના જાતકોએ આ સપ્તાહે તમારા કર્મોનું પરિણામ જ તમને મળી રહ્યું છે એમ યાદ રાખવું. પાછલા કર્મોનું ફળ આ સપ્તાહે મળશે પરંતુ સ્વયં પર વિશ્વાસ રાખીને આગળ વધશો. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને હવે આગળ વધવાનો સમય છે એટલે જ જો કશુંક નગમતું બને તો તેનો સ્વીકાર કરીને ભવિષ્ય તરફ ડગ માંડવા.

વૃષભ : કોઈ પણ વ્યક્તિ સરખા નથી હોતા તેવી જ રીતે તેમના ગુણો અને આદતો પણ સરખી નથી જ હોતી તે યાદ રાખવું. એટલે જ આ સપ્તાહે કોઈ પણ વ્યક્તિ સાથે પોતાની કે અન્ય કોઈની તુલના કરવાથી બચવાની સલાહ વૃષભ રાશિના જાતકોને આપી રહ્યા છે. તમારી પોતાની અમુક ક્વોલિટી છે તેના આધારે તમે આગળ વધો, તમારા પોતાના આયોજનને ફોલો કરો તો સફળતા અવશ્ય મળશે.

મિથુન : મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ અનુભવોનું છે. કોઈ પણ પરિસ્થિતિનો અનુભવ ત્યારે જ થાય છે જયારે તેમાંથી કશું શીખવાનું હોય ભલે થોડું અઘરું પડે અથવા ના સમજાય તો પણ આ સપ્તાહે આગળ વધતા રહો. લોકો તમને અટકાવશે અને નકારાત્મકતા આપશે પણ તમારે પોતાનું મનોબળ મજબૂત કરીને શીખવાની ધગશ સાથે આગળ વધતા રહેવું.

કર્ક : જે કામ ઘણા સમયથી ટાળી રહ્યા છહો તે હાથમાં લેવા માટેનો આ યોગ્ય સમય છે. કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ચેતાવણી સમાન છે કે, જો હવે આ સપ્તાહે પોતાની કામ કે પ્રોજેક્ટ ટાળવાની વૃત્તિને કંટ્રોલમાં નહિ લાવે તો નુકસાન થઇ શકે છે. ટેરો કાર્ડસની સલાહ મુજબ આ સપ્તાહ શિસ્તબદ્ધ આયોજન કરીને કામ સ્ફૂર્તિ સાથે શરુ કરવાનું છે.

સિંહ : સિંહ રાશિ માટે આ સપ્તાહ આનંદ જ આનંદનું છે. કશુક નવું શીખવું હોય કે નવો બિઝનેસ શરુ કરવો હોય તો આ યોગ્ય સમય જણાઈ રહ્યો છે. કોઈ મદદ લેવા આવે તો કરો અને પોતાના જ્ઞાનના યોગ્ય ઉપયોગથી પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. ધન, સંપત્તિ અને જ્ઞાન ત્રણેવ આ સપ્તાહે તમને મળી શકે છે, જરૂર છે માત્ર પોતાની બાઉન્ડ્રીમાંથી એક જ ઝાટકે બહાર આવવાની.

કન્યા : વધુ પડતી ચિંતા કર્યા વિના ખૂબ જ સહજતાથી જો દરેક પરિસ્થિતિને જોશો તે અનુરૂપ વર્તન કરશો તો સપ્તાહ આરામથી પસાર થઇ જશે. કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહે પોતાના જ માર્ગદર્શક બનવાનું છે અને યાદ રાખવું કે જેમ પરિસ્થિતિ સામે અઆવશે તેમ આપોઆપ જ માર્ગ દેખાશે વધુ પડતી ચિંતા કરવી નહિ અને વર્તમાનને માણવો.

તુલા : આ સપ્તાહે કોઈ પણ પ્રકારે પોતાની જાતને એવી પરિસ્થિતિમાં ના મૂકવી જેના કારણે તણાવ સર્જાય અને તમે છેક સુધી જે કામ લઇ ગયા છો તે છેલ્લી ઘડીએ છોડી દો. કારણ એ છે કે, તકલીફો આવી રહી છે પણ આ હવે છેલ્લો ફેઝ છે અને લાંબા સમયથી ચાલી રહેલું કામ આ સપ્તાહે પૂર્ણ થતું જણાઈ રહ્યું છે. આજુબાજુ નજર કરો અને સમસ્યાનું નિવારણ શોધો નહિ તો બની શકે કે લાંબા સમય સુધી તમે તેમાંથી નીકળી નહિ શકો અને કામ અધૂરું જ રહી જશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકોએ ધ્યાન રાખવાનું છે કે, આ સપ્તાહ વાસ્તવિકતા સાથે સંકળાયેલા જ રહો. જે પણ થઇ રહ્યું છે તે લાગણી સાથે સ્વીકારો અને યાદ રાખો કે તમે વિચારો છો તે જ અને તેવું જ કાયમ બને તે જરૂરી નથી. પરિસ્થિતિનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને સ્વયંને તે મુજબ ઢાળવું તે અઘરું ચોક્કસ છે પણ જો તેમ નહિ કરો તો પોતાના જ વિચારોમાં ગૂંચવાઈ જશો.

ધન : આ સપ્તાહે તમે જે પણ ભગવાન અથવા શક્તિમાં માનો છો તેનું શરણ લેવું અને પોતાની બધી જ મુશ્કેલીઓ અને પ્રશ્નો તેમને આપી દેવા, તે શક્તિ ચોક્કસ તમને મદદ કરશે. ધન રાશિના જાતકોને પેટના કે દુઃખાવાનો અથવા ત્યાં કોઈ રોગનો સંજોગ જણાય છે જેથી ખાવા-પીવામાં અતિશય ધ્યાન રાખવું. થોડું મેડીટેશન કરવું તેમજ બને તેટલું ઓછું બોલવું.

મકર : મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડુક અઘરું જણાઈ રહ્યું છે પરંતુ વિલ પાવરની મદદથી તેમાંથી ખૂબ જ ઝડપથી બહાર આવી શકાશે. જયારે પણ એમ લાગે કે કોઈ બાબતનું નિરાકરણ નથી મળી રહ્યું તેવા સમયે કોઈ પણ આડેધડ પગલા ભરતા પહેલા પરિસ્થિતિ સમજીને યોગ્ય આયોજનથી તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો. જો આમ નહિ કરો તો લાંબો સમય એક જ મુશ્કેલીમાં પસાર કરવો પડશે.

કુંભ : કુંભ રાશિના જાતકો માટે હવે નિર્ણય લેવાનો સમય તો આવી ગયો છે તેમ છતાં થોડો સમય લો. તમારે જે કરવું છે એમ થઇ રહ્યું નથી અને અન્યો કરે છે એમ તમારે કરવું નથી એવી પરિસ્થિતિ લાંબા સમયથી ચાલી રહી છે તો હવે તેમાંથી બહાર આવો પણ બધું જ બરાબર સમજીને. લાગણીઓ સાથે એ દિશામાં વહી જવાના બદલે સત્ય જોવાનો પ્રયત્ન કરો. સરળ અને હાથવગી પસંદગી અપનાવવાના સ્થાને પરતો હટાવીને પરિસ્થિતિને જુઓ અને પછી નિર્ણય પર આવો.

મીન : અન્યોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં પોતાના ખભા પર વધુ ભાર ના આવે તેનું ધ્યાન રાખવાની સલાહ મીન રાશિના જાતકોને આપી રહ્યા છે. અન્ય લોકો ફાયદો ઉઠાવવા માટે આવશે અને જો તમે જાગૃત નહિ રહો તો અન્યો માટે તમે માત્ર એક સાધન બની રહેશો. જો આમ ના થવા દેવું હોય તો આ સપ્તાહે પોતાની જાત પર ફોકસ કરો, પોતાની જાતને પ્રેમ આપો. મન અને મગજ શાંત રહે તે માટે થોડું ધ્યાન કરવાની સલાહ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *