નવો વરસાદી રાઉન્ડ 1 ઓક્ટો. થી 5 ઓક્ટો., આ વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી - Jan Avaj News

નવો વરસાદી રાઉન્ડ 1 ઓક્ટો. થી 5 ઓક્ટો., આ વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 1 ઓક્ટો. 4 ઓક્ટો. સુધી ભરૂચ, આણંદ, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. તો ઉત્તર ગુજરાતમા સામાન્ય વરસાદ અને કચ્છમાં શાહિનને કારણે સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.અમદાવાદના શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં શાહીન વાવાઝોડું ત્રાટકવાની પૂરી ભીતિ વચ્ચે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે ઉતર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે.આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે અતિભારે વરસાદને કારણે જળાશયોમાં નવાપાણીની આવક થઈ છે.

આગામી 48 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી.દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે તો મહત્તમ 90 ની ગતિના પવન ફુંકાવાની પણ શક્યતા છે.જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે તો બીજી તરફ દરિયા આસપાસના વિસ્તારોને એલર્ટ અપાયું છે.

ગુજરાતના લગભગ 100 જળાશયને હાઈ એલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.હાઈ એલર્ટ પર મુકાયેલા 100 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો છે.તો એલર્ટ પર મુકાયેલા 8 જળાશયમાં 80 થી 90 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે 18 જળશાયમાં 70 થી 80 ટકા અને 80 જળશાયમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે આવેલા વિસાવદરમાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. તો જુનાગઢના ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. જુનાગઢના ભવનાથ મંદિર અને ગિરનારના પગથીયા પરથી પાણી વહી રહ્યા હતા. જૂનાગઢમાં 2 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 2 ઇંચ, મેંદરડામાં 1.5 ઇંચ, અને માંગરોલમાં 3 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં અનરાધાર વરસાદ ખાબકી જતા વાહન વ્યવહાર માટે લગભગ 142 જેટલા રસ્તા બંધ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે.ગુલાબમાંથી પરિવર્તિત થયેલા શાહિન ચક્રવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંભવિત વાવાઝોડાને લઈને એક તત્કાલ બેઠક બોલાવી સ્થિતિની સમિક્ષા કરવા સાથે જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવાયા છે.

ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે જેને લીધે નવું વાવાઝોડું સાયક્લોન ગુજરાતના કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે.જે કચ્છના નલિયા થઈ પાકિસ્તાન ઓમાન તરફ જવાની શક્યતા છે. એટલે કે અરબી સમુદ્રમાં સાયકલોન બની આગળ વધી શકે છે. તો શાહિનના સંકટને લઈ ગુજરાત સરકાર સજ્જ જોવા મળી રહી છે. તાકીદે તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *