આવનારા 24 કલાક માં આ 4 રાજ્યો માટે 11 થી 13 જાન્યુઆરીના દિવસો ભારે વરસાદની આગાહી, કરા પડવાની આગાહી - Jan Avaj News

આવનારા 24 કલાક માં આ 4 રાજ્યો માટે 11 થી 13 જાન્યુઆરીના દિવસો ભારે વરસાદની આગાહી, કરા પડવાની આગાહી

આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે .ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી વધશે .અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર રાજ્યમાં 2022ની શરૂઆત બાદ દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાનું સાથેજ બનાસકાંઠા તેમજ પાટણમાં તો હાડ થિજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ગઈકાલે રાતે અમદાવાદ સહિતના રાજ્યોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જતો રહ્યો હતો. સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી જ્યા ઠંડીનો પારો 6.8 ડિગ્રી પહોચી ગયો હતો.

ગાધીનગરમાં ગઈકાલે રાતે 7 ડિગ્રી તાપમાન હતું જ્યારે અમદાવાદમાં 10 કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હવે આવનારા બે દિવસ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ તેમજ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ઠંડા પવન ફૂકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે આવા સમયે ઠંડી વધશે તો પતંગ રસિયાઓને ભારે તકલીફ પડી શકે છે. થોડાક દિવસ અગાઉ કમોસમી વરસાદ પડ્યો ત્યારે ફરી રાજ્યમાં 16 થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં ઠંડી વધી શકે છે.

ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે : ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. ત્યારે વધુમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસોમાં ઠંડી વધી શકે છે. જેથી હવે ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *