કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠાની આગાહી, જાન્યુઆરી 2022 માં 11 રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ - Jan Avaj News

કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠાની આગાહી, જાન્યુઆરી 2022 માં 11 રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ

રાજ્યની અંદર હાલમાં કાતિલ ઠંડી પોતાનું પ્રભુત્વ જમાવીને બેઠી છે.ત્યારે શનિવારના રોજ ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.જેને પરિણામે તાપમાનની અંદર અનિયમિતતા જોવા મળી હતી.ઉત્તરગુજરાતમાં વાદળછાયા વાતાવરણને પરિણામે માત્ર ડીસાની અંદર ઠંડી અડધો ડીગ્રી જેટલી વધુ નોંધાઈ હતી.

જયારે અન્ય ચાર શહેરોની અંદર ઠંડી ૧ ડીગ્રી સુધી ઘટી ગઈ હતી.કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરીને ઉત્તર ગુજરાતની અંદર માવઠું થવાની શક્યતાઓ સેવી છે.જેના પરિણામે ફરીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ પાકિસ્તાનમાં એક નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બ સર્જાયું છે.જેના કારણે તેની સીધી અસર ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારો ઉપર વર્તાઈ રહી છે.

શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.ત્યારે હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે આગામી ૬ થી ૭ જાનુઆરી સુધી વાતાવરણ વાદળછાયું બની રહેશે.તેમજ આગામી ચાર દિવસો દરમિયાન ઠંડીના જોરમાં ૨ થી ૪ ડીગ્રી જેટલો ઘટાડો જોવા મળશે.હવામાન વિભાગે આગાહી દ્વારા જણાવ્યું છે કે આગામી તા.૫ જાન્યુઆરીથી વાતાવરણમાં આવનાર પલટાથી કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૨૬% થી ૫૦% વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટકવાની સંભાવનાઓ રહેલી છે.નોંધનીય છે કે હવામાન વિભાગના મત મુજબ આગામી તા.૭ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

એક બાજુ હાલ મહામારી ચાલી રહી છે.બીજી બાજુ હજુ કડકડતી ઠંડી ઓછી થઈ નથી.ત્યાં હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે મોટી આગાહી.હવામાન વિભાગના ડીજી મહાપાત્રાએ હિમાલય વિસ્તારમાં બરફવર્ષાને લઈને પણ નિવેદન આપ્યું છે.ઉત્તર થી પશ્ચિમ તરફ આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બનને કારણે 4 થી 7 જાન્યુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ,લદ્દાક અને ઉતરાખંડમાં વરસાદ તેમજ હિમ પડી શકે છે

વેસ્ટરન ડિસ્ટર્બનના લીધે આગામી 48 કલાકમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જમ્મુ કશ્મીર,લદ્દાક,ઉતરાખંડ સિવાય પંજાબ,હરિયાણા,રાજસ્થાન,દિલ્હી,ચંડીગઢ,ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ સહિત કુલ 11 રાજ્યોમાં મધ્યમ થી લઈને ભારે વરસાદ પડી શકે છે.સાથે તાપમાન પણ ખૂબ જ ઘટશે

વરસાદના જોરને પરિણામે ઠંડીનું પ્રમાણ પણ વધશે.વેસ્ટર્ન ડિસ્ટબંસ પૂર્વ ભારત તરફ આગળ વધશે.હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.તામિલનાડુ અને પુડુચેરીના વિસ્તારોમાં હજુ આગામી બે દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.

ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.ભર શિયાળે હજુ થીજાવી દે તેવી ઠંડી ઓછી તો થઈ નથી અને માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ખેડૂતો ખેતી કરે કે માવઠાની ચિંતા કરે આ સવાલ સર્જાઇ રહ્યો છે કેમકે વર્ષમાં હવે એક પછી એક માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે હજુ તો માવઠુ ગયું ત્યાંજ બીજા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વખતે હવામાન વિભાગે આગામી પાંચ જાન્યુઆરીએ બનાસકાંઠા, મહિસાગર સહિત ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.

ચાર દિવસ ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફર્યું શનિવારથી ઠંડા પવનો ઘટયા ત્યાં હવે બેથી ત્રણ દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે જણાવી છે તો સાથે જ 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી પણ કરી છે.

હવામાનની આગાહી મુજબ, 5મી જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે વરસાદની આગાહીથી રવિ પાકની સીઝનમાં ખેડૂતો ફરી એકવાર નુકસાનની ચિંતા સતાવી રહી છે. ક્યારથી વધશે ઠંડી ? શુક્રવારે મોડી રાત સુધી શહેરમાં ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અનુભવ થયો શનિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો.

અમદાવાદનું તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હજુ બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે, પણ પાછી 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે ત્યાં પણ 4થી 5 દિવસોમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતના શહેરોનું તાપમાન અમદાવાદ-15.1 નલિયા-10.0 ડીસા-11.6 ભૂજ-13.2 કંડલા-13.4 વિદ્યાનગર-14.0 ગાંધીનગર-14.3 સુરેન્દ્રનગર-14.4 રાજકોટ-14.7 વડોદરા-14.8.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *