હવે ગરમી માં થશે રાહત, આગામી 48 કલાક સુધી આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર, આ વિસ્તાર માં વધુ પડશે વરસાદ

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ચોમાસુ પવન દક્ષિણ ગુજરાત બાદ દીવમાં પહોંચ્યા બાદ હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 15 જુન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવન પહોંચી જશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છમાં આ વર્ષે પણ ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે.

ભારે ગરમીના કારણે દેશના લોકો ખૂબ જ પરેશાન હતા. છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે. વરસાદ બાદ લોકોને ગરમીથી ઘણી રાહત મળી છે. આ વખતે માત્ર 10 દિવસમાં ચોમાસું દેશના લગભગ 80 ટકા વિસ્તારમાં પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ના જણાવ્યા અનુસાર ચોમાસું દિલ્હી નજીક આવી ગયું છે. રિપોર્ટ અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું દિલ્હી પહોંચવાની સંભાવના છે.

થોડા સમયમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોમાસું ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પરિસ્થિતિ અનુકૂળ છે અને મંગળવારે ચોમાસું રાજધાની દિલ્હીમાં પહોંચશે. 15 જૂને દેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ પછી 18 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. પરંતુ તે હળવા વરસાદના સ્વરૂપમાં હશે. લગભગ 13 વર્ષ પછી ચોમાસું આટલું વહેલું દેશના અનેક વિસ્તારોમાં પહોચ્યું છે.

જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 65.5 મીમી વરસાદ પડવાની શક્યતા છે. અત્યાર સુધીમાં જૂનમાં 29.2 મીમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.

જૂન મહિનામાં ભારે વરસાદના કેટલાક ઝાપટા પણ થઈ શકે છે. જોકે શનિવારે રાત થી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો. આ વરસાદ બહુ ભારે ન હતો પરંતુ તેનાથી મહત્તમ તાપમાન નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. રવિવારે નિયત સમય પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ તથા હરિયાણાના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે અને હવામાન વિભાગે આજે અને આવતીકાલે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન ચોમાસાને દેશના અલગ અલગ ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા અને પંજાબના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ રાજ્યોમાં 17 જુન સુધી થશે વરસાદ: આ અઠવાડિયામાં ચોમાસુ મધ્ય પૂર્વી ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને પંજાબને આવરી લેશે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજસ્થાનના અમુક વિસ્તાર સિવાય બાકીના દેશમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં 17 જૂન સુધી અવારનવાર વરસાદ પડશે.

જૂન મહીનાથી જ તમામ રાજ્યોમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની એક્ટિવિટી નોંધાઈ છે. આના પરિણામે 13 જૂન સુધી દેશભરમાં સામાન્ય કરતા 25 ટકા વધુ વરસાદ પડ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન કેરળ, ગુજરાત, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને આસામમાં વરસાદ ઓછો રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર એરિયા ની રચના સાથે જ દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા વધુ ઝડપે આગળ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે 15 દિવસ પહેલા ચોમાસું ઉત્તર ભારતમાં પહોંચી રહ્યું છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *