અંબાલાલ પટેલ ની મોટી આગાહી આવી સામે, આ તારીખ થી ગુજરાત માં વરસાદ નું જોર વધશે, જાણો ક્યારે આવશે ગુજરાતમાં જોરદાર વરસાદ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે મૃગશીર્ષ નક્ષત્રના આધારે આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઘણી પ્રાઇવેટ વેધર કંપનીઓની આગાહી સાથે મળતી આવે છે. અંબાલાલ પટેલે ચાલુ મહિના અને આવતા જુલાઈ મહિનામાં વરસાદની સ્થિતિ અંગે અગત્યની માહિતી આપી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જે વિસ્તારોમાં વધુ વરસાદ થયો નથી ત્યાં આજથી વરસાદ થવાની શરૂ થશે. 21 જૂન અને 22 જૂનના રોજ ચોમાસુ પ્રબળ બનશે અને રાજ્યની અનેક વિસ્તારની અંદર વરસાદનું જોર વધશે. 29 જૂન પછી ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રીય થશે. આ દરમિયાન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ ચોમાસું વધુ મજબૂત થશે.

વધુમાં વધુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વાવણીલાયક વરસાદની હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જુલાઈ મહિનામાં ચોમાસાની સ્થિતિ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં સારો વરસાદ થશે. જુલાઈ મહિનાના પૂર્વાર્ધમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હારીજ, પાટણ, બેચરાજી, સિધ્ધપુર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા વડોદરામા, કચ્છના મોટાભાગના પંથકોમાં અને સુરેન્દ્રનગર તથા જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે.

એક પ્રાઇવેટ હવામાન કંપનીએ જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી. જો કે મહિનાના અંતિમ અઠવાડિયામાં રાજ્યના કેટલાક વિસ્તારની અંદર ચોમાસાનું વરસાદનું જોર વધશે. ખાનગી હવામાન કંપનીએ કહ્યું હતું કે, જુલાઈ મહિનાના બીજા અઠવાડિયા પછી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતમાં સાર્વત્રિક ખૂબ સારો વરસાદ થશે.

હાલ એક વાદળોનો ઘેરાવો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પર જોવા મળી રહ્યો છે. જેથી ગઈ કાલ બપોર પછીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ છે. ઉપર જણાવ્યું તે રીતે આવતા મહિને રાજ્યમાં વરસાદનું જોર પ્રબળ બને તેવી શક્યતાઓ છે. જોકે આ વર્ષે વરસાદની પેટર્ન જોવા મળેલી અનિયમિતતાને કારણે લાંબા ગાળાની આગાહીઓમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી ની વાત કરીએ તો : દેશના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ ઉત્તરના રાજ્યો તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી પાંચ દિવસોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસમાં તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. પરંતુ ત્યારબાદ આગામી 4-5 દિવસમાં તાપમાનમાં સતત વધારો થશે.

આ પહેલા રાજધાની દિલ્હીમાં ગુરુવારે ઘણા વિસ્તારોમાં પ્રિ-મોનસૂન વરસાદ પડ્યો હતો. જેનાથી ગરમ હવામાનથી થોડી રાહત મળી હતી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર આજે લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાંજે 5:30 વાગ્યે હવામાં ભેજનું સ્તર 51 ટકા હતું.

પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારે મહાનગર અને અન્ય સ્થળોએ કોવિડ-19 પ્રતિબંધોમાં આંશિક છૂટ આપી છે. આ કિસ્સામાં લોકોને કામ પર જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકોને ઘૂંટણ ઊંડા પાણીમાંથી પસાર થવું પડ્યું. પાણી ભરાવાના કારણે વાહનો ધીરે ધીરે આગળ વધી રહ્યા હોવાથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પરગણા જિલ્લામાં કેનિંગમાં 24 કલાકના સમયગાળા દરમિયાન 178.6 મીમી વરસાદ નોંધાયો હતો. જે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના ગંગી વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ જોરદાર વળાંક લીધો હોવાથી આગામી ત્રણ દિવસમાં બંગાળના લગભગ તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે અને આ વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ પણ સર્જાયું છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *