‘અમરેલીનો બાપ બોલું છું’ કહી 10 લાખની ખંડણી માંગનારો છત્રપાલસિંહ વાળા ઝડપાડો, IPS નિર્લિપ્ત રાયને આપ્યો હતો પડકાર

થોડા દિવસ પૂર્વે અમરેલીના છત્રપાલસિંહ વાળાએ પેટ્રોલ પંપના માલિકને ફાયરિંગ કરવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માગણી કરતી મોબાઇલ ક્લિપ વાયરલ થઈ હતી. અમરેલીના એક પેટ્રોલપંપ માલિકને ફોન પર દસ લાખ રૂપિયાની ખંડણી માંગી એસપી નિર્લિપ્ત રાયને પડકારનાર આરોપી છત્રપાલ વાળાને પોલીસે ફરિયાદ નોંધાયાના 48 કલાકમાં પકડી લીધો છે. આ અંગે નિર્લિપ્ત રાયે ટ્વિટ કરીને માહિતી આપતા લખ્યુ છે કે આરોપી સામે કડક પગલા લેવામાં આવશે.

વીડિયો માં જોઈ શકાય છે કે પોલીસની પકડમાં આવી ગયેલો છત્રપાલસિંહ વાળા પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠો છે. જેને થોડા દિવસ પહેલા અમરેલીના લાઠી રોડ પર આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસે રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. આ ધમકીભર્યા ફોનની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવતા અમરેલી એલસીબી અને એસ.ઓ.જી અને સિટી પોલીસની વિવિધ ટીમ બનાવી આ આરોપીને ગોંડલ નજીક મોવિયા ગામથી ધરપકડ કરી હતી. આ ધમકીભરી મોબાઇલ ક્લિપમાં અમરેલી એસ.પી. નિર્લેપ રાયના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પેટ્રોલપંપના માલિકને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવનારો છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.પકડાયેલા આરોપી છત્રપાલ વાળા (ઉં.વ. 35) ટ્રાંસપોર્ટ ધંધો કરે છે અને અમરેલીનો રહેવાસી છે.

છત્રપાલ વાળાના ગુનાઈત ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા દસ વર્ષમાં તેણે અમરેલી જિલ્લાના અમરેલી, રાજુલા, પીપાવાવ તેમજ અમરેલી સીટીમાં જુદી-જુદી કલમો હેઠળ અનેક ગુનાઓ નોંધાયા છે. હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. અને આરોપીને ફરાર થવામાં કોણે મદદ કરી છે તેની પાસે કેટલા હથિયારો છે. આ ગુનો કરવા પાછળ તેનો શું ઈરાદો હતો. વગેરે તપાસ અને પૂછપરછ અમરેલી પોલીસ ચલાવી રહી છે.

વાયરલ ઓડિયોમાં સાંભળી શકાય છે કે તે પોતાનું નામ છત્રપાલ વાળા હોવાનું જણાવતા તેણે કહ્યું હતું કે જ્યાં એસપી નિર્લિપ્ત રાય જેવા અધિકારી હોય અને છતા ફોન પર કોઈ ધમકાવે તો સમજવુ કે તે બાપ જ હોય. ગુંડો કહે છે કે, હું અમરેલીનો બાપ બોલું છું. તારે 10 લાખ રૂપિયા આપવા છે કે નિર્લિપ્ત રાય પાસે જવું છે. શું આખી જીંદગી નિર્લિપ્ત રાય સાથે રહેશે. હું પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરીશ. પેટ્રોલ પંપ પર જતી વખતે ધ્યાન રાખજે. આખી જીંદગી નિર્લિપ્ત રાય અમરેલીમાં રહેવાના નથી. સુરક્ષા જોઈતી હોય તો 10 લાખ રૂપિયા આપી દેજે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *