ગુજરાત બાજુ આવી રહ્યું છે ચોમાસુ, વરસાદ ને લઈને ચોમાસુ બેસવા અંગે હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો અહીં

નમસ્કાર મિત્રો, જન અવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે, હાલ જ હવામાન વિભાગ દ્વારા મહત્વ ની આગાહી સામે આવી રહી છે, હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ચોમાસુ પવન દક્ષિણ ગુજરાત બાદ દીવમાં પહોંચ્યા બાદ હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 15 જુન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવન પહોંચી જશે. સૌરાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છમાં આ વર્ષે પણ ચોમાસું મોડું પહોંચે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ક્યારે અને કઈ કઈ જગ્યાએ થશે ચોમાસાનું આગમન : આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે.

ગુજરાત માં વરસાદ ને લઇ ને : ગુજરાતમાં ચોમાસાનું આગમન સૌપ્રથમ 3 જૂનના રોજ કેરળમાં ચોમાસું ત્રાટક્યું હતું. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધી અને કર્ણાટક તથા મુંબઈમાં પસાર થઈ અને ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા બાદ હવે 15 જૂન સુધીમાં અમદાવાદમાં ચોમાસુ પવનનું આગમન થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું જોવા મળશે.

મોટા આગાહીકાર અંબાલાલ પટેલની ચોમાસા ને લઈને મોટી આગાહી: અંબાલાલ પટેલે મીડિયામાં વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. જ્યારે હવામાન વિભાગે 17 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા દર્શાવી હતી. પરંતુ હકીકતમાં પરિણામ કંઈ અલગ જોવા મળ્યા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુનની શરૂઆતમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થશે. 15 જૂન બાદ ગુજરાતમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર ચોમાસુ બેસવામાં 21 દિવસની વાર છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 જૂન આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *