ગુજરાત માં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી આ ખાસ આગાહી, આ વિસ્તારને ધમરોળશે, જાણો એક ક્લીક પર

ચોમાસુ પૂર્વ અને ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યુ છે. જેને પગલે પૂર્વ ભારત અને આજુબાજુના મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં 10 જૂન સુધી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર પણ હળવા દબાણની સિસ્ટમ સર્જાઇ રહી છે. જેના કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા પોતાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ ઉપરાંત મધ્ય ભારતના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ રાજ્યની અંદર આગામી પાંચ દિવસની અંદર વિધિવત રીતે ચોમાસુ બેસશે તેવી સંભાવનાઓ જણાવવામાં આવી છે.

હાલ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યું છે અને ત્યાંથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જૂન પછી ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ છે. 20 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. સાથોસાથ મહારાષ્ટ્રથી આગળ વધતા ચોમાસુ રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, પંજાબ અને હરિયાણાના પશ્ચિમ વિસ્તારોમાં પહોંચશે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ ચોમાસુ બેસે છે. આગામી અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતમાં અવારનવાર વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જોકે રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહી. આ સિવાય અરબ સાગરમાં થઈ રહેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ દક્ષિણ-પશ્ચિમ વરસાદી પવનો પ્રબળ ઝડપે આગળ વધી રહ્યા છે. વાદળોને આગળ વધવા માટે અત્યારે અનુકૂળ હવામાન જણાઈ રહ્યું છે. તેને લઈને આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ભારે વરસાદને પગલે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *