ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા સામે આવી આ મોટી આગાહી, આ વિસ્તાર ને રહેવું પડશે સાવચેત

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તરોમાં વરસાદ પડતો પણ જોવા મળ્યો છે.આવી સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં હાલમાં ગરમીનો પારો નીચે આવી રહ્યો હોય તેવું જોવા મળ્યું છે.જયારે બીજી બાજુ હવામાન વિભાગ વરસાદની આગાહી કરતા જણાવી રહ્યું છે કે આજે ઘણા વિસ્તરોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે આજે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.જેથી આજે બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી, અમદાવાદ,પંચમહાલ,છોટા ઉદેપુર,સુરત,સુરેન્દ્રનગર,રાજકોટ,ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેની આશા વ્યક્ત કરી છે.

જયારે આવતી કાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે હવામાન વિભાગએ આવતા ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે.આ સમગ્ર વરસાદી માહોલ પરથી લાગી રહ્યું છે કે રાજ્યમાં ચોમાસું આવી ગયું છે.જયારે ગાત દિવસની વાત કરવામાં આવે તો આશરે 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડી પણ ગયો છે.

ગત દિવસે ખાસ કરીને ખેડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં સૌથી જોવા મળ્યો હતો,જેમાં વધારે વરસાદ 5 ઈંચનો નોધાયો છે.જયારે ખેડામાં સાડા ત્રણ ઈંચ,ખેડાના માતરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.જયારે આજ સુધી સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના 120 તાલુકા એવા છે જ્યાં અત્યાર સુધી કુલ 2 થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જેમાં રાજકોટ,મુલી,વડિયા,ટંકારા,ધોળકા,વાંકાનેર,નડિયાદ,દેત્રોજ,ગોંડલ,ખંભાત,કપરાડાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળ્યો છે.રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે.ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જેમાં રાજકોટ,મુલી,વડિયા,ટંકારા,ધોળકા,વાંકાનેર,નડિયાદ,દેત્રોજ,ગોંડલ,ખંભાત,કપરાડાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળ્યો છે.રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે.ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

મૃગશીર્ષ નક્ષત્ર પૂરું થયા પછી હવે આજથી પાંચમું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર બેસવું છે. ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ પછી હવે આદ્રા નક્ષત્ર બેસ્યું છે. આજે 21 જૂન અને ભીમ અગિયારસના રોજ સવારે 05:41 આદ્રા નક્ષત્ર બેસ્યું છે. આદ્રા નક્ષત્રનું વાહન શિયાળ છે. આ નક્ષત્ર દરમિયાન છુટોછવાયો અને મધ્યમ વરસાદ થશે.

આદ્રા નક્ષત્ર 21 જૂનથી 6 જુલાઈ સુધી લાગુ રહેશે. આ વર્ષે આદ્રા નક્ષત્ર ભીમ અગિયારસના રોજ શરૂ થતાં શરૂઆતના સંકેતો શુભ મળી રહ્યા છે. જેથી વરસાદની માત્રામાં આ નક્ષત્ર દરમિયાન સારો એવો વધારો જોવા મળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ રહે તેવી શક્યતાઓ કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આદ્રા નક્ષત્ર અંગે માહિતી આપવામાં આવી છે. આ નક્ષત્રના અંતના ભાગમાં ચોમાસુ સક્રિયપણે પ્રબળ બનશે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 28 જૂન અને 29 જુન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ પ્રબળ બનશે. બાદમાં 1 જુલાઈ થી આદ્રા નક્ષત્રના અંત સુધી એટલે કે 6 જુલાઈ સુધી ચોમાસુ નબળું થતું જશે.

મૃગશીર્ષ નક્ષત્ર પરથી પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની સ્થિતિ અંગે આગાહી કરાઈ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળ્યો હતો. જે પરથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે. આપને જણાવી દઈએ કે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થાય તો ચોમાસુ સારું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *