અંબાલાલ પટેલની ગુજરાતમાં વરસાદ ને લઈને મોટી આગાહી, અહીં પડશે આ તારીખે વરસાદ

હાલમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચોમાસું વાવણી થાય તેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ખુશહાલ છે. હાલ નક્ષત્રોની વાત કરીએ તો મૃગશીર્ષ નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે.

કેરળ અને મહારાષ્ટ્ર બાજ દેશના અનેક રાજ્યોમાં વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અને અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનું પણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ પણ વરસાદી માહોલ અને મોસમમાં આવતા પરિવર્તનોને લઈને સતત આગાહી કરી રહ્યું છે. સાથે જ વરસાદી સિસ્ટમથી માહિતગાર કરી રહ્યું છે.

હાલ આ નક્ષત્રમાં ચોમાસાનો પ્રારંભ થવો ખુબ ઉત્તમ માનવામાં આવે છે. જોકે પવનની દીશા અને તેની ગતિના આધારે ચોમાસું કેવું રહેશે તે નક્કી કરવામાં આવતું હોય છે. અને આજ હવાઓની ગતિઓના આધારે વરસાદ પડવાની ધારણા અને ક્યાં કેટલો વરસાદ પડે છે તે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાતો નક્કી કરતા હોય છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મૃગીશીર્ષ નક્ષત્રમાં દરિયમાં ભારે તોફાન જોવા મળે છે. અને આ દરિયાઈ વાતાવરણમાં ફેરફારના કારણે જ તેના કાંઠા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થાય છે. આપણે ત્યાં કેરળમાં આ રીતે વરસાદની શરૂઆત થાય છે. અન્નદાતાઓ માટે સૌથી સારી વાત તો એ છે કે, જો આ નક્ષત્રમાં વાવણી થઈ જાય તો તેને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

અંબાલાલ ની આગાહી : આપણે ત્યાં હવામાન વિભાગ કરતા પણ આપણે સૌથી વધુ જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પર વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ચોમાસાની શરૂઆતને લઈને આંબાલાલ પટેલ પણ જણાવે છે કે, ચાલુ વર્ષે ચોમાસું આપણા સૌકોઈ માટે ખુબ સારું નિવડશે. સાથે જ રાજ્યના ધરતીપુત્રો માટે પણ આ વર્ષ સોનાના સુરજ સમાન સાબિત થશે.

આ તારીખે આવશે વરસાદ : અંબાલાલ પટેલ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં આજથી ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત તો થઈ ચૂકી છે. પરંતું આગામી 5 દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મૃગશીર્ષ નક્ષત્રના કારણે આગામી 20 જૂનથી 23 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે. જોકે કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ પડવાથી મુશ્કેલીઓ પણ પૈદા થઈ શકે છે.

અંબાલાલ પટેલ જણાવે છે કે, સામાન્ય રીતે તો રાજ્યમાં ચોમાસું 29 જૂનની આસપાસ સક્રિય થતું હોય છે. પરંતું આ વર્ષે ચોમાસું વેલું છે. કેરળ અને મહારાષ્ટ્રમાં પણ એક દિવસ પહેલા જ ચોમાસું ખાબક્યું હતું. તેઓ વધુમાં જણાવે છે કે, ગુજરાતમાં જૂનના અંત અને જૂલાઈની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખુબ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ સારોએવો વરસાદ પડવાની શક્યતા છે.

કેવું રહશે આ વર્ષ : આપણે ત્યાં વરસાદ કેવો પડે તેનાથી પણ વધુ મહત્વનું એ હોય છે કે, વર્ષ કેવું રહેશે. ત્યારે આ અંગે જણાવતા અંબાલાલ કાકા જણાવે છે કે, સારા અને ભરપુર વરસાદના પગલે રાજ્યમાં પાણીની કોઈ કમી નહીં રહે. આ સાથે જ જોરીકો વરસાદ ન પડવાથી જમીનમાં પાણી ઉતરશે. અને ધરતી પુત્રોને સિંચાઈ માટે ઉનાળામાં પણ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. ચોમાસું સિધન તો સોનાની જેમ ચમકશે. કારણ કે, નુકસાની ઓછી અને નફો વધુ મળશે. જોકે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, આગામી 5 દિવસોમાં રાજ્યભરમાં વાવણી લાયક વરસાદ થશે

વિગતે આ મુજબ છે આગાહી : શુક્રવારે વહેલી સવારથી ગુજરાતના 100 કરતાં વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો બારે મેઘ ખાંગા થયા હોય તે વરસાદ થયો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને રેડ તથા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરબ સાગર પરથી આવતો વરસાદી ટ્રફ વધુ મજબુત થઇ રહ્યો છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને આણંદ જિલ્લામાં વરસાદનું રેલ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, નવસારી, વડોદરા અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયેથી નબળી પડતી વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે મજબૂત બની રહી છે. ગયા અઠવાડિયે વરસાદની અંતિમ લાઈન દક્ષિણ ગુજરાતના સુરત પર સ્થિર થઈ હતી. જેથી ગુજરાતના અન્ય વિસ્તારોમાં ચોમાસું પહોંચવામાં વિલંબ થયો હતો. ત્યારે હવે ચોમાસું પ્રબળ બનતા રાજ્યના 100 કરતાં વધુ તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે. આ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક પંથકમાં વાવણીનો વરસાદ પણ થઇ ચૂક્યો છે.

ગઇકાલે શુક્રવારે સવારના છ વાગ્યાથી લઇને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં આણંદની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ગઈકાલે ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આઠ ઇંચ વરસાદ થતાં આણંદની મુખ્ય બજારો નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સિવાય વડાલીમાં છ ઈંચ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ચાર ઇંચ વરસાદ થયો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ જશે. જોકે આવતા જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ થોડો નબળો બનશે. પરંતુ જુલાઈ મહિનાના પૂર્વાર્ધ ભાગમાં ચોમાસુ મજબૂત બનશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *