ગુજરાતના આ મોટા વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને કરવામાં આવી આ મોટી આગાહી,જાણો ક્યાં વિસ્તારમાં થશે કેટલો વરસાદ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તરોમાં વરસાદ પડતો પણ જોવા મળ્યો છે.આવી સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં હાલમાં ગરમીનો પારો નીચે આવી રહ્યો હોય તેવું જોવા મળ્યું છે.જયારે બીજી બાજુ હવામાન વિભાગ વરસાદની આગાહી કરતા જણાવી રહ્યું છે કે આજે ઘણા વિસ્તરોમાં વરસાદ પડતો જોવા મળી શકે છે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે આજે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.જેથી આજે બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી, અમદાવાદ,પંચમહાલ,છોટા ઉદેપુર,સુરત,સુરેન્દ્રનગર,રાજકોટ,ભાવનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેની આશા વ્યક્ત કરી છે.

જયારે આવતી કાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ વરસાદ પડતો જોવા મળી શકે છે.જયારે હવામાન વિભાગએ આવતા ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે.આ સમગ્ર વરસાદી માહોલ પરથી લાગી રહ્યું છે કે રાજ્યમાં ચોમાસું આવી ગયું છે.જયારે ગાત દિવસની વાત કરવામાં આવે તો આશરે 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડી પણ ગયો છે.

ગત દિવસે ખાસ કરીને ખેડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં સૌથી જોવા મળ્યો હતો,જેમાં વધારે વરસાદ 5 ઈંચનો નોધાયો છે.જયારે ખેડામાં સાડા ત્રણ ઈંચ,ખેડાના માતરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.જયારે આજ સુધી સરેરાશ અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત રાજ્યના 120 તાલુકા એવા છે જ્યાં અત્યાર સુધી કુલ 2 થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજકોટ,મુલી,વડિયા,ટંકારા,ધોળકા,વાંકાનેર,નડિયાદ,દેત્રોજ,ગોંડલ,ખંભાત,કપરાડાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડતો જોવા મળ્યો છે.રાજ્યમાં સારો વરસાદ થવાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે.ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

જયારે ગત વર્ષની વાત કરવામાં આવે તો તે સમયે ઓછું વાવેતર તો જોવા મળ્યું હતું,પરંતુ સાથે સાથે નુકશાન પણ જોવા મળ્યું હતું.ચાલુ વર્ષે તમાકુની વાવણી પણ ઓછી જોવા મળી રહી છે.આ વર્ષે માત્ર 10 હેક્ટરમાં જ તમાકુંનું વાવેતર થયું છે.ખાસ કરીને આ વર્ષે 625 હેક્ટરમાં કઠોળનું વાવેતર જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *