રાજ્યના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા હવામાન વિભાગે કરી આગાહી

દક્ષિણ પશ્ચિમ નેઋત્યનું ચોમાસુ ઉત્તર-પૂર્વના રાજ્યો તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચ્યા બાદ હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં ચોમાસુ દસ્તક દેશે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસા પૂર્વે જોવા મળી રહેલ પ્રિમોન્સૂન એક્ટિવિટીન કારણે અનેક વિસ્તારોમાં હાલ સારો વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જીવ મળી રહ્યો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે દક્ષિણ ગુજરાતના સુરતમાં રાતભર અતિભારે વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે સુરતના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ગઈ કાલે સાંજે પણ સુરતમાં વાદળો ઘેરાયા હતા અને ખૂબ ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ગત બે દિવસ પહેલા છોટા ઉદેપુર, અમરેલીના ધારી પંથક, રાજકોટના જસદણ પંથકમાં અને અરવલ્લીમાં સારો વરસાદ થયો હતો.

હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ડાંગ અને સાપુતારામાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત દાદરા નગર હવેલીમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના પણ અનેક પંથકોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા થયાના અહેવાલ મળી રહ્યા છે.

આવતી કાલે 11 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને નેઋત્યના પવનો વધુ પ્રબળ બનશે. જેના કારણે આગની પાંચ દિવસ સુધી પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, દમણ, અમદાવાદ, દાહોદ, આણંદ, અમરેલી, ખેડા, પંચમહાલ અને મહિસાગરમાં અવારનવાર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ હાલ મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પર અસર પડી છે. મહારાષ્ટ્રમાંથી આગળ વધતા વરસાદી પવનો સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં પહોચશે.

ગુજરાતમાં હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 15 જૂન પછી ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે. ગુજરાતમાં. ચોમાસુ બેસે તે પહેલાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ઉભા થયેલા આબોહવકીય ફેરફારને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.

એક સાથે બે સિસ્ટમ થઈ સક્રિય: અહેવાલ મુજબ દરિયામાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા તેની અસર દક્ષિણ પશ્ચિમના વરસાદી પવનો પર જોવા મળશે. હાલ અરબ સાગરની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ફેરફાર થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે. આને પગલે આગામી 10 જૂનથી લઈને 12 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર 10 જૂનના રોજ ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. 11 જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, કચ્છ, જુનાગઢ, અમરેલી, બોટાદ અને અમદાવાદમાં તથા 12 જૂનના રોજ સુરત, નવસારી, વાપી, ડાંગ, વલસાડ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છુટો છવાયો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે, 28-29 જૂન સુધી ગુજરાતમાં ચોમાસુ બેસશે. જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 થી 22 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસશે. ચોમાસુ બેસવા અંગે હવામાન વિભાગની અંબાલાલ પટેલ ની આગાહી વચ્ચે આઠ દિવસનો તફાવત જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *