આગામી 24 કલાક માં આ વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી, 2 દિવસ સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં ભારે વરસાદ ની આગાહી - Jan Avaj News

આગામી 24 કલાક માં આ વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી, 2 દિવસ સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં ભારે વરસાદ ની આગાહી

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દક્ષિણ ગુજરાત ઉપર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં આજે સવારથી મેઘાડંબર વચ્ચે ઝાંપટાથી અઢી ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. અમુક શહેરો અને ગામડામાં વરસાદની તોફાની એન્ટ્રીથી ગોઠણડૂબ પાણી ભરાયા હતા. વાવણી બાદ કાચા સોના સમાન વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ મુદ્રામાં આવી ગયા હતા.

રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વાદળો છવાયેલા હતા. ત્યારે બપોરે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જસદણ તાલુકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ શહેર ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી ખેડૂતોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.

જ્યારે જેતપુર પંથકના ખીરસરા, વાડસડા, સ્ટેશન વાવડી, અમરનગર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું હતું. વરસાદના પગલે જેતપુર તાલુકાના ખીરસરા ગામે સ્થાનિક નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખીરસરા થી વાડસડા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. અત્યાર સુધીમાં જેતપુરના ગ્રામ્ય પંથકોમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.ગઈકાલે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયા બાદ બીજા દિવસે ખાંભાના ગામ્ય વિસ્તારમાં ધોધમાર એક થી બે ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

ગઈકાલે સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ પડયા બાદ આજે વધુ એક ઈંચ વરસાદ પડયો હતો જાફરાબાદ-લીલીયા-બગસરામાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં માત્ર બે કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભેસાણ અને માણાવદરમાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

તો આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોને ફાયદો થશે. ભાયાવદર પંથકમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. રાજકોટ શહેરમાં પણ સાંજના સમયે હળવું ઝાપટું વરસ્યું હતું.

જસદણ પંથકમાં સાંજના ૪ વાગ્યાની આસપાસ વીજળીના કડાકાભડાકા, તેજ પવન સાથે જસદણ, આટકોટ સહિતના ૧૨ ગામોમાં ધીમીધારે સવા ઈંચ વરસાદ પડયો હતો. વિંછીયામાં અડધો ઈંચ, ગોંડલમાં એક ઈંચ, જેતપુર તાલુકા અમરનગર ગામમાં દોઢ ઇંચ પડેલા વરસાદને કારણે ગામમાંથી પસાર થતી ફલકુ નદીમાં પુર આવ્યું હતું. આ ફલકુ નદીમાં પાણીનું ઘોડાપુર આવવાના કારણે વાડાસડા- ખીરસરાને જોડતો બેઠી ધાબીનો પુલ ઉપર પાણીનો પ્રવાહ વધતા બે કાંઠે વહેવા લાગતા સંપૂર્ણ વાહન વ્યવહાર બે કલાક માટે ખોરવાયો હતો.

તમને જણાવી દઇએ કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર બેસતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. હવે વરસાદ પડતાં તેમની આતુરતાનો અંત આવી ગયો છે. સૌરાષ્ટ્ર પંથકની ઘણી સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. આ ઉપરાંત લોકોને બફારામાંથી છુટકારો મળ્યો છે. વાગડ વિસ્તારનાં ગ્રામ્ય પંથકમાં બપોરના એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. રાપર તાલુકાના રામવાવ, ખેંગારપર, વજેપેર, કુડા જામપર સહિતનાં ગામોમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકાના હમીરપર, ફતેહગઢ, ભીમાસર, ભુટકીયા સહિતનાં ગામોમાં ભારે વરસાદી ઝાપટા પડયા હતા. અગાઉ વરસાદનાં પ્રથમ રાઉન્ડની શરૂઆત વાગડ વિસ્તારમાં જ થઈ હતી,

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.ત્યારબાદ કચ્છનાં મોટા ભાગનાં પંથકમાં વરસાદ વરસ્યો હતો. આમ, વિરામ બાદ પુનઃ વાગડ વિસ્તારમાં વરસાદી ઝાપટાનો દોર શરૂ થયો છે. જોકે, વાગડ વિસ્તાર સિવાય જિલ્લાનાં અન્ય ભાગોમાં વરસાદનું નામો નિશાન ન હતુ,

ગુજરાત સહિત દેશભરમાં નબળા પડી રહેલા ચોમાસાએ ખેડૂતોની ચિંતમાં વધારો કર્યો છે.ત્યારે ચોમાસાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં ઓછો વરસાદ રહેશે.અત્રે નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સાંબેલાધાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણીથી ઉભરાયા હતા. અહીં સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે થઇ હતી. સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ છે. જો કે ખેડૂતો માટે આ આફતનો વરસાદ છે. વાવણી બાદ જરૂરી ઉઘાડ નહી મળતા અને સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો કે ડેમમાં ભરપુર આવક થતા શિયાળું અને ઉનાળુ પાક સારો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે સોમવારે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશ ખુશાલી જોવા મળી રહી છે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવું જણાવ્યું છે તો સાથે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ સેવી છે.

અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે અને 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત જણાઈ રહી છે ત્યારે અત્યાર સુધી શહેરમાં સિઝનનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદનું પુન આગમન થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. કપડવંજમાં તોફાની 13 મિ.મી વરસાદ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, એનડીઆરએફની 15 ટીમ પૈકી 5 ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.