હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ ની આ વિસ્તારને લઈને એલર્ટ, ગુજરાત માં આ તારીખે આવશે ધોધમાર વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી નથી, માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે આવો જાણીએ આગામી 5 દિવસ કેવા રહશે ગુજરાત માટે.

ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી નહીં. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. તો આવતીકાલથી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હજુ પણ ગુજરાતમાં 8 ટકા વરસાદની ઘટ છે.

વરસાદનું આગમન ન થવાથી અનેક જિલ્લાઓમાં ઉકળાટની સ્થિતિ ઉભી થઈ છે.ઉકળાટના કારણે લોકો હેરાન જોવા મળે છે. તો વધુ 5 દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં લોકોને મુશ્કેલી ઉઠાવી પડશે.

અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત રહેલી છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ગત રોજ સોમવારના મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવું અનુમાન છે.

રાજ્યમાં અત્યારસુધી 4.40 ઈંચ સાથે મોસમનો સરેરાશ 13.31% વરસાદ નોંધાયો. ગત વર્ષે 28 જૂન સુધી 4.86 ઈંચ સાથે સરેરાશ 14.32% વરસાદ પડયો હતો. રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

છેલ્લા બે સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ પણ રાજ્યના એવા વિસ્તારો છે કે જ્યા વાવણીલાયક વરસાદ પડ્યો નથી. હાલ આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. ભીમ અગિયારસના રોજ બેસેલું આદ્રા નક્ષત્ર જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પૂરું થવાનું છે. નવા શરૂ થતા જુલાઈ મહિનામાં બે નક્ષત્રો બેસવાના છે.

જુલાઈ મહિનામાં બેસનારા બે નક્ષત્રોમાથી પહેલુ નક્ષત્ર છે પુનર્વસુ અને બીજું નક્ષત્ર છે પુષ્પ. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રની શરૂઆત 5 જુલાઇના રોજ સવારે પાંચ વાગ્યે ને 19 મિનિટ થશે. પુનર્વસુ નક્ષત્રનુ વાહન ઉંદર છે. જ્યારે બીજા નક્ષત્ર પુષ્પની શરૂઆત 19 જુલાઈના રોજ સવારે ચાર વાગ્યે અને 46 મિનિટ પર થશે. પુષ્પ નક્ષત્રનું વાહન ઘોડો હોય છે.

હાલ જે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન રાજ્યમાં છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ જોવા મળે છે. આ પછી આવનારા પુનર્વસુ નક્ષત્રમાં ભારે પવન સાથે વરસાદ થાય છે અને ત્યારબાદ બેસનારા પુષ્પ નક્ષત્ર દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળે છે. હાલ ચાલી રહેલ આદ્રા નક્ષત્રની શરૂઆત ભીમ અગિયારસના રોજ થઇ હોવાથી આ વર્ષે ચોમાસુ સારુ રહેશે તેવા એંધાણ છે.

આવતા જુલાઈ મહિનામાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે વાત કરીએ તો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 5 જુલાઈ પછી ખેતરોની અંદર જીવજંતુનો ત્રાસ વધશે. 13 જુલાઈ પછી રાજ્યમાં સાર્વત્રિક રીતે વરસાદ જોવા મળશે. આવતા મહિનાના પૂર્વાર્ધમાં રાજ્યના દરેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઇ જશે.

જુનાગઢ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલી 40 આગાહીકારો ની બેઠકમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જુલાઈ મહિનાના અંતમાં કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં એક વાવાઝોડું જોવા મળી શકે છે. અરબ સાગરમાં એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે જુલાઈ મહિનાના અંતમાં કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદ થઇ શકે છે.

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ લાંબા ગાળાની આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે, 19 નવેમ્બર પછી બંગાળની ખાડી માં એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઇ શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચોમાસું રહેશે. રાજ્યમાં આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડી વહેલી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ વરસાદની પેટર્નમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પ્રથમ તૌકતે અને ત્યારબાદ આવેલા યાસ વાવાઝોડાને કારણે વરસાદી પવનમાં થોડો ઘણો ફેરફાર થયો છે. દરમિયાન આવતા મહિનાના અંત ભાગમાં વાવાઝોડા સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ આગાહીકારો જણાઈ રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *