હાઈ એલર્ટ..! હવામાન વિભાગની આગાહીના કારણે ગુજરાત સરકાર એક્શનમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે NDRF ની ટીમો થઇ રવાના - Jan Avaj News

હાઈ એલર્ટ..! હવામાન વિભાગની આગાહીના કારણે ગુજરાત સરકાર એક્શનમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે NDRF ની ટીમો થઇ રવાના

ગુજરાત તરફ અરબ સાગર પરથી વાદળોનો એક મજબૂત ઘેરાવ આગળ વધી રહ્યો છે. જેનાથી એલર્ટ થઈને ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

આગામી 6 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે ગુજરાત સરકાર ના સુરક્ષા અધિકારી પણ એક્શનમાં આવ્યા છે. એના માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં NDRF ની ટીમો રવાના કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 2 ટીમ અને દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ તાબડ તોબ રવાના કરવામાં આવી છે.

જિલ્લા પ્રમાણે વાત કરીએ તો રાજકોટ અને ગીરસોમનાથની અંદર NDRF ની એક-એક ટીમ રહેશે જયારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમા NDRF ની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રહેશે. આ ઉપરાંત વડોદરા હેડક્વાર્ટર ખાતે પણ અન્ય ટીમોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહીમાં સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અને કચ્છમાં વરસાદનું ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે જાણીયે છીએ એમ છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર સારો વરસાદી માહોલ બન્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થતાં સ્થાનિક નદીઓમાં પુર જેવી સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદમાં થયો છે. આણંદમાં અત્યાર સુધીમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ, પંચમહાલના વડાલીમાં 6 ઇંચ અને દક્ષિણ ગુજરાતના સુરત માં 4 ઈચ વરસાદ થયો છે.

આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદ નું જોર વધુ રહેશે. આગાહી માં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના છે. આ વિસ્તારો સિવાય અન્ય વિસ્તાર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્યથી હળવો વરસાદ થશે.

બિહારમાં અનેક જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ નોંધાયો છે. અહીં ની બધી નાની-મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં 25જૂન સુધી ચેતવણી આપવામાં આવી છે. વરસાદે લોકોના જનજીવને જોખમમાં મૂક્યા છે.

હવામાન વિભાગના મુજબ નેપાળમાં ભારે વરસાદ અને પૂરથી બિહાર પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દમણ, દિવ અને દાદરા નગર હવેલીમાં આગામી બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.