આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મૃગશીર્ષ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી - Jan Avaj News

આગામી બે દિવસ સુધી આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મૃગશીર્ષ નક્ષત્ર પરથી અંબાલાલ પટેલની આગાહી

દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ચોમાસાની સ્થિતિ મજબૂત થવાની સાથે રવિવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં કચ્છ, દમણ, દિવ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

પહેલાના સમયમાં હાલના જેટલી અત્યાધુનિક સેટેલાઈટ જેવી ટેકનોલોજી ન હતી ત્યારે પણ વરસાદની આગાહીઓ કરવામાં આવતી હતી. વરસાદની આગાહી પરથી જ પાકનું ક્યારે વાવેતર કરવું તેનું આયોજન ખેડૂતો કરતા હોય છે. પહેલાના સમયમાં જ્યારે હાલના સમયે જેવી ટેકનોલોજી ન હતી ત્યારે પણ લોકો આગાહી કરતા જ હતા. ભારતીય સંસ્કૃતિના અદભુત ખગોળશાસ્ત્રના નક્ષત્રો પરથી વરસાદની આગાહીઓ કરવામાં આવતી હતી. જે આજે પણ સાચી પડે છે.

હવામાન વિભાગે તાજેતરની જાણકારી આપતા જણાવ્યું કે, ચોમાસું શનિવારે ઉત્તર અરબી સમુદ્ર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના બાકીના ભાગો ઉપરાંત સમગ્ર કચ્છ વિસ્તાર તેમજ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે.

જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા નક્ષત્રને લઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેની કેટલીક અગત્યની માહિતી આપવામાં આવી છે. એક ન્યુઝ સાઈટના અહેવાલ અનુસાર હાલ ચાલી રહેલા મૃગશીર્ષ નક્ષત્ર પરથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલએ આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન આબોહવામાં અને દરિયામાં થતા ફેરફાર પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે.

ચોમાસાને કારણે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો જે શનિવારે પણ ચાલુ રહ્યો. રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રએ અહેવાલ આપ્યો કે, ગુજરાતના કુલ 251 તાલુકામાંથી છેલ્લા 24 કલાક દરમિયાન 171 માં વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 49.92 મિમી એટલે 5.94 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.

મૃગશીર્ષ નક્ષત્ર પરથી આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું ,કે હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર શરૂ છે. મૃગશીર્ષ નક્ષત્રની હવા ઉપરથી નક્કી થતું હોય છે કે ચોમાસુ કેવું રહેશે. આ નક્ષત્ર દરમિયાન દરિયામાં અથવા તો જમીનના કોઈ વિસ્તાર પર તોફાન સાથે વરસાદ પડે તો ચોમાસું સારું રહેતું હોય છે.

રાજ્ય આપતકાલીનસંચાલન કેન્દ્રના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 183 મીમી વરસાદ આણંદ જિલ્લામાં થયો. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે 150 મીમી વરસાદ પડ્યો. સુરત, નવસારી, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા અને અન્ય જિલ્લાના ઘણા વિસ્તારોમાં 50 મીમીથી વધુ વરસાદ પડ્યો.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થયું ત્યારથી જ પવન ની નિશાનીઓ બદલાઈ છે. જેથી આ વર્ષે ચોમાસુ સારુ રહેશે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. આ મહિનાના અંત સુધીમાં તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ જશે. ઉપરાંત આવતા મહિનાના બીજા અઠવાડિયા પછી છે ચોમાસુ પ્રબળ બનશે.

નક્ષત્રોનો ક્રમ જણાવીએ તો ભરણી, કૃતિકા રોહિણી અને ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્ર બેસે છે. મૃગશીર્ષ નક્ષત્ર પૂરું થયા બાદ હવે આદ્રા નક્ષત્ર બેસશે. ભીમ અગિયારસના રોજ એટલે કે 21 જૂને સવારે આદ્રા નક્ષત્ર બેસશે. આદ્રા નક્ષત્રનું વાહન શિયાળ છે. આદ્રા નક્ષત્ર દરમિયાન સામાન્ય વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહે છે. હવામાન શાસ્ત્રીઓનુ કહેવું છે કે ભીમ અગિયારસ પછી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વાવણી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે નક્ષત્રનું શાસ્ત્ર ભારતીય પ્રાચીન વિજ્ઞાનની એક અમૂલ્ય ખોજ છે. નક્ષત્ર પરથી લગાવવામાં આવતા અનુમાન મોટેભાગે સાચા પડતા હોય છે. નક્ષત્ર બેસવાનો સમય, નક્ષત્ર પૂરું થવાનો સમય અને નક્ષત્ર દરમિયાન જોવા મળેલ આબોહવાકીય ફેરફાર પરથી અનેક સચોટ આગાહી વિશે અનુમાન લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.