પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ,કહ્યું:ભાજપ મને સવાલ કરતા નહિ રોકી શકે,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 90 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા ની વિપક્ષ પાર્ટી એટલે કે આપ પાર્ટી પણ હવે મેદાને આવી છે. ત્યારે આજે એક ઘટના સામે આવી છે.સુરતના આમ આદમી પાર્ટીનાં મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે.

કોર્પોરેશનના ઈલેક્શન પહેલાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલનું અકાઉન્ટ ડિલિટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેથી ભાજપની આઈટી સેલ દ્વારા ટ્વિટરને રિપોર્ટ કરીને મારું અકાઉન્ટ બ્લોક કરાવ્યું હોય શકે છે. જોકે હું અન્ય માધ્યમોથી સવાલો ઉઠાવતી રહીશ.છેલ્લા થોડા સમયથી નેતાઓનાં ટ્વીટ, ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થવાનું અભિયાન શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉશ્કેરણીજનક ટ્વીટ કરે છે તેમનાં ટ્વિટર અકાઉન્ટ ડિલિટ કરવામાં આવ્યાં છે. તો ઘણાને કયા કારણસર અકાઉન્ટ ડિલિટ કર્યા છે એ અંગેની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. સોશિયલ મીડિયા પર સક્રિય આપનાં મહિલા કાઉન્સિલર પાયલ પટેલનું ટ્વિટર અકાઉન્ટ ડિલિટ થતાં તેઓ આશ્ચર્યમાં મુકાયાં છે.

આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું હતું કે, ટ્વિટર પર મારું અકાઉન્ટ હતું તેને ડિલિટ કરી દેવામાં આવ્યું છે. અકાઉન્ટ ડિલિટ થયા પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ખાડી અભિયાનને લઈને સત્તાપક્ષની સામે ઘણાં ટ્વીટ કર્યાં છે. એમાં ઘણા બધા ભાજપના સક્રિય સોશિયલ મીડિયા પરના કાર્યકર્તાઓ દ્વારા મારી પોસ્ટ પર રિપોર્ટ કર્યા હોય તેવું બની શકે અને એને કારણે મારું અકાઉન્ટ ડિલિટ થયું છે, પરંતુ આ પ્રકારની ઘટના એ સત્ય બહાર લાવવા માટે મને રોકી શકે નહીં. હું સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી પણ મારાથી લોકો સામે જેટલું પણ સત્યને ઉજાગર કરવાનું હશે એ કરીને જ રહીશ.

પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર હતાં. પાયલની ઉંમર માત્ર 22 વર્ષ છે. પાયલ સાકરિયા સુરત શહેરનાં સૌથી ઓછી વયનાં ઉમેદવાર છે. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ સાકરિયા પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે પાયલ સાકરિયા પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.

ઉલ્લેખનીય છે કે,સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,42,130 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક 2092 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,574 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2464 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *