રાજુલા વિવાદમાં કેજરીવાલ સીધો રસ દાખવ્યો, રેલવે જમીન વિવાદ વિશે જાણવા સ્પેશિયલ અંબરીશ ડેર ને ફોન કર્યો, કઈ આવી થઇ સર્ચા

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 95 લાખ અને 70 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 19 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે હવે ગુજરાત ના રાજકારણ માં પણ ધીમે ધીમે ખળભળાટ મચ્યો છે.ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત ના પ્રવાસે હતા. ત્યારે એક એવી ઘટના બની છે જેણે ગુજરાત ના રાજકારણ માં ખળભળાટ મચાવી દીધો છે.

ત્યારે છેલ્લા 8 દિવસથી રાજુલા શહેરી વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસ માટે ઉપયોગ કરવાનો મુદ્દો જોર પકડતો જાય છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે આ પડતર જમીન પાલિકાને આપવા માટે તમામ સ્તરે રજૂઆત કરી છે અને હવે બર્બટાણા રેલવે સ્ટેશને ઉપવાસ આંદોલન હાથ ધર્યું છે.

એવા સંજોગોમાં હવે રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરંવિદ કેજરીવાલે પણ આ મુદ્દામાં રસ લીધો છે અને આ સંદર્ભે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાત કરીને તમામ વિગતો સાંભળી ડોક્યુમેન્ટ મગાવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન શંકરસિહ વાઘેલાએ તો આ મામલે કેન્દ્રના રેલવેમંત્રી પીયૂષ ગોયલને સાંકળી લીધા છે અને આ મુદ્દામાં રેલવેમંત્રી ઉકેલ લાવવો જોઈએ એવો નિર્દેશ ટ્વીટ દ્વારા કર્યો છે.

અંબરીશ ડેરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપતાં જણાવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસ દરમિયાન ‘આપ’ ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં અમારા ચાલી રહેલા અનશન આંદોલન અંગે ફોન પર વાતચીત કરી અને મુદ્દા અંગે પૃચ્છા કરી વિગતો માગી હતી.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે રાજુલાના યુવાન ધારાસભ્ય અને હંમેશાં પોતાના વિસ્તારના લોકોના હકની વાતો કરતા અંબરીશ ડેર છેલ્લા કેટલાક દિવસોથી રેલવેની જમીનને લઇને અનશન કરી રહ્યા છે ત્યારે પીયૂષ ગોયલે હસ્તક્ષેપ કરીને વિવાદનો અંત લાવવો જોઇએ અને વિસ્તારની યોગ્ય માગને પૂરી કરવી જોઇએ.

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં રેલવેની પડતર જમીન નગરપાલિકાને સોંપવા માટેનો વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર 8 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો આ અંદોલનને સમર્થન આપી રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં રેલવે વિભાગ દ્વારા પડતર જમીનમાં ફેન્સિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ધારાસભ્ય અંબરીશ ડેરે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે પોલીસની હાજરીમાં રેલવે વિભાગે જમીનમાં ફેન્સિંગ કર્યું હતું, જેને પગલે અંબરીશ ડેર ઉપવાસ પર બેઠા છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *