‘તૌકતે’ વાવાઝોડાના તાંડવ વચ્ચે ચોટીલા મંદિરે થયો હતો શક્તિનો અનોખો પરચો – બન્યું એવું હતું કે

ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહી માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારી પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુકયું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે.

જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજી ના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પરવચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહી પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે.

ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઈતિહાસ : શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂની હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહિ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનીઓએ યગ્ન કરી આધ્યા શકિતમાંની પ્રાચૅના કરી ત્યારે આધ્યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા. અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ.

ત્યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી મા ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો.
હમણાં જ ગયેલ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી એ તો બધા જાણેજ છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી. અનેક વૃક્ષો તૌકતે વાવાઝોડાને કારણે ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ. સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું હતું.

જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ થયા હતા. વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોળા થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વિજપુરવઠો ખોરવાયો હતો તથા ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા, તોતિંગ વૃક્ષો ધરાશયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે નાનુ-મોટુ નુકસાન જોવા મળ્યું હતુ.

મંદિરમાં બનેલી ઘટના : તૌકતે વાવાજોડામાં સૌરાષ્ટ્રના દરેક દરિયા પણ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડાતૂર બન્યા હતા, પરંતુ ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નથી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને પણ નુકસાની થઈ નથી. ચામુંડા માતાજીના ચમત્કાર અને શક્તિથી બધું અડીખમ જ રહ્યું હતું. આ એક ચમત્કાર થી ઓછું નથી કે જ્યાં તોતિંગ વૃક્ષો, લાઈટના થાંભલા, રોડ રસ્તા જો વિખેરાઈ જતા હોય અને મંદિરની ધજા કે મિલકત ને જાણે કઈ અસર પણ ના થાય. માતાજીએ પોતાની શક્તિનો પરિચય આપીને મંદિરનું રક્ષણ કર્યું હતું. તથા અહીં આજુબાજુના ઘણા પશુ – પક્ષીઓ માતાના મંદિરમાં આવી ગયા હતા જેથી તેમને પોતાના જીવ બચાવવા રક્ષણ મળ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ ‘તૌકતે’ વાવાજોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ઉથલ – પાથલ કરી નુકસાન પહોચાડ્યું છે જયારે અહીંના મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ‘તૌકતે’ વાવાજોડુ અહીં નું તણખલું પણ હલાવી શક્યું નથી. જોવા જેવી વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા તે તીવ્ર પવન મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો નહીં. જો તમે પણ ચોટીલા ચામુંડા માતાજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોમેન્ટ માં માતાજીનું નામ લખી પોસ્ટ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *