વરસાદ ની આગાહી, આ વિસ્તારમાં ભુકા કાઢશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારથી શરૂ થશે બીજો રાઉન્ડ

સમગ્ર રાજ્યભરમાં ચોમાસાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા અધિકૃત માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે હાલ રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે. હાલ રાજ્યમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી આઠ દિવસથી લઈને 14 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી કોઈ શક્યતાઓ જણાઈ રહી નથી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રતિકૂળ સંજોગો થવાને કારણે દક્ષિણ પશ્ચિમ વરસાદી પવન નબળા પડ્યા છે. જ્યારે પૂર્વોત્તર વરસાદી પવન વધુ મજબૂત થયાં છે. આ પ્રતિકૂળ સંજોગો ભેગા થવાના કારણો આગામી આઠ દિવસથી લઈને 14 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમનાં રાજ્યોમાં વરસાદ થવાની શક્યતા ઓછી છે. જ્યારે આ દરમિયાન પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા અને બીજા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. પરંતુ જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે. વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદ થશે.

ઉલ્લેખનીય છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી વરસાદ જોવા મળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે આદ્રા નક્ષત્રની શરૂઆત ભીમ અગિયારસથી થઈ છે. જે સારા સંકેતો આપી રહ્યા છે. આપને જણાવી દઇએ કે 6 જુલાઈ સુધી આદ્રા નક્ષત્ર રહેશે.

પ્રાઇવેટ હવામાન કંપની દ્વારા પણ આ અંગે જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ચોમાસુ આગળ વધે તેવી કોઈ શક્યતા જણાઈ રહી નથી. કંપનીએ કહ્યું હતું કે, વરસાદની અંતિમ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાત પર સ્થિર થયેલી છે. જેના લીધેથી આગામી દસ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે છે.

દક્ષિણ ગુજરાત અને દીવ સિવાયના વિસ્તારની અંદર આગામી બે અઠવાડિયા સુધી વરસાદ થવાની કોઈ શક્યતા જણાઈ રહી નથી. જેથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોને વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે. ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પણ જણાવ્યું હતું કે, હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે આગામી થોડા દિવસોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી.

કહેવાય છે ને કે કુદરતની મરજી હોય તેમ થાય તે જ સાચુ. આ વર્ષના ચોમાસાએ આ વાતને ગંભીરતાથી લઈ લીધી હોય તેવું જણાઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ અને અન્ય પ્રાઇવેટ કંપનીઓની આગાહીઓને ચોમાસુ સતત ખોટી પાડી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. આજ સિલસિલામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વધુ એક આગાહી ખોટી પડી છે.

છેલ્લા ઘણા દિવસો પહેલા હવામાન વિભાગ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જૂન મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક સારો વરસાદ થશે. ઘણા હવામાનશાસ્ત્રીઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, 28 અને 29 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસુ સક્રિય બનશે.

પરંતુ હવામાન વિભાગની આગાહી ફરી એકવાર ખોટી પડી છે. દક્ષિણ પશ્ચિમ વરસાદી પવનો પ્રતિકૂળ સંજોગોને કારણે ધીમા પડી ગયા હોવાથી આ મહિનાના અંતમાં ક્યાય પણ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી. ઘણા સમય પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે જૂન મહિનાના અંતમાં સારો વરસાદ થશે.

બાદમાં ઉભી થયેલ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે હવામાન વિભાગે પોતાની આગાહીમાં ફેરફાર કરવો પડ્યો છે. હવામાન વિભાગે નવી આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં કોઈપણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી બે સપ્તાહ સુધી રાજ્યોમાં ક્યાંય પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હવામાન વિભાગ દ્વારા ઘણી આગાહી ખોટી પડી છે. શરૂઆતથી જ વાત કરીએ તો સૌ પ્રથમ ભારતીય હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, કેરળમાં 1 જૂને ચોમાસુ બેસી જશે. પરંતુ અંદમાન અને નિકોબાર પર ચોમાસું અટકી જતા બે દિવસ ચોમાસું મોડું થયું હતું એટલે કે 1 જૂનની જગ્યાએ 3 જૂનના રોજ ચોમાસું બેસ્યુ હતુ.

બાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી 22 જૂન સુધીમાં દેશના બધા જ વિસ્તારોની અંદર ચોમાસું બેસી જશે. પરંતુ ફરી એક વાર હવામાન વિભાગની આગાહી ખોટી પડી. હાલ દક્ષિણ પશ્ચિમ વરસાદી પવન નબળા પડી જતા પંજાબ, દક્ષિણ રાજસ્થાન, હરિયાણા, ગુજરાતના કેટલાક વિસ્તારો અને દિલ્હી સહિત દેશના ઘણા વિસ્તારોની અંદર ચોમાસુ બેસ્યુ નથી.

માત્ર હવામાન વિભાગ જ નહી પરંતુ હવામાન શાસ્ત્રીઓ અને પ્રાઇવેટ હવામાન કંપનીઓની આગાહીઓ પણ ખોટી પડી રહી છે. જોકે વરસાદ અંગે કરવામાં આવતી આગાહી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને કરવામાં આવે છે. ભવિષ્યમાં વાતાવરણ માં શું ફેરફાર થશે તે અંગે કોઈ જાણતું હોતું નથી. જેથી આગાહી ખોટી પડે તે કોઈ નવાઈની વાત નથી. પરંતુ આગાહીની માહિતી વિશે આપણે લેટેસ્ટ જાણકારી રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *