આવનારા 12 કલાક માં પડશે ભારે વરસાદ, ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી, રવિ,સોમ અને મંગળવારે આ વિસ્તારમાં ભારે વરસાદ, રહેજો સાવધાન - Jan Avaj News

આવનારા 12 કલાક માં પડશે ભારે વરસાદ, ગુજરાતના આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી, રવિ,સોમ અને મંગળવારે આ વિસ્તારમાં ભારે વરસાદ, રહેજો સાવધાન

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લાં ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાં છે. શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત, આણંદ સહિતના વિવિધ વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. પરંતુ સાંજ સુધી વરસાદ થયો નહોતો. બીજી તરફ શનિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ અને ગારિયાધારમાં 4-4 ઈંચ વરસાદ, ભાવનગર, વડગામ, સુરત શહેરમાં 3-3 ઈંચ, નવસારી, જલાલપોર, ખેરગામમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોઁધાયો છે.આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે.આજે સુરત શહેરમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં શનિ અને રવિ એમ બે દિવસ હળવાથી ભારે વરસાદ પડશે. જ્યારે બાકીના દિવસોમાં હળવો વરસાદ પડશે. 19મી જુનના રોજ આણંદ, ભરૂચ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

બીજા દિવસે 20જુનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે.સુરત શહેરના રાંદેર, ખટોદરા, લીંબાયત, કાપોદ્રા, ભાગળ, અડાજણ, મજૂરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભર વરસાદમાં મજુરા વિસ્તાર ખાતે તબીબોએ વોલીબોલની રમત એન્જોય કરી હતી. આજે સવારથી સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો ખુશખુશાલ થયા છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વરસાદથી બફારામાં લોકોને રાહત મળી છે. બીજી બાજુ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ છે.ગુજરાતના વલસાડથી ચોમાસાનું આગમન થયાં બાદ રાજ્યમાં ભારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી ફરી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો. હજુ બે દિવસ વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાં જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસુ વધુ આગળ વધી ચૂક્યું છે, આગામી બે દિવસ બાદ પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી રહેશે.

મોરબીના હળવદમાં ભારે વરસાદ પડતા ચારેબાજુ નદીઓ વહેવા લાગી છે. પાણીનો પ્રવાહ એટલો જબરદસ્ત છે કે નજરે જોનારાના હોંશ ઉડી જાય તેમ છે. મોરબીના ચિત્રોડીમાં વરસાદી પાણીમાં પશુ તણાંયા હોવાની માહિતી મળી રહી છે, પરંતુ લોકોએ માનવ સાંકળ બનાવી પશુને બચાવાયા છે. હળવદના ચિત્રોડીમા આભ ફાટ્યું છે. જેના કારણે માલધારીના ઘેટાં તણાયા છે. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.વડોદરામાં બપોરે 86 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

કારેલીબાગમાં તોતિંગ ગેન્ટ્રી તૂટી પડી હતી. અન્ય બે સ્થળે પણ ગેન્ટ્રી નમી જતાં ત્રણ વાહનો દબાયા હતાં. શહેરમાં ૨૦૦ જેટલા ઝાડ, અસંખ્ય હોર્ડિંગ્સ-બેનર્સ જમીનદોસ્ત થયા હતા.

વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં જ રાજ્યના 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી તો થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી છે કે, 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી ભારે વરસાદ વધશે.દક્ષિણ પાકિતાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે આગામી ૨-૩ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.

નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અડધાથી પોણા છ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છ અને વડોદરામાં દોઢ ઈંચ પાણી પડયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સૌરાષ્ટ્રના તમામ પંથકમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

બાબરા, કુંકાવાવ, અમરેલી અને લીલિયામાં ૧ ઈંચ, જ્યારે બાબરાના ગમા પીપળીયા, વાવડી, ઘુઘરાળામા ૩ ઈંચ વરસા।દ પડયો હતો. કાલાવડમાં આજે ૨ કલાકમાં બે ઈંચ જેવો વરસાદ પડયો હતો. ભાવનગરમાં માત્ર બે કલાકમાં બે ઈંચ પાણી ખાબકી ગયું હતું.જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં ભરપુર વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.