આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં કરશે વધુ અસર - Jan Avaj News

આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં કરશે વધુ અસર

હવામાન વિભાગે આવતી કાલે વરસાદની આગાહી કરી છેભારે ઉકળાટ અને ભફારા વચ્ચે શહેરીજનો માટે સારા સમાચાર આવ્યા છે. આવતી કાલે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે.

આજે ભારે ઉકળાટ બાદ શહેરીજનોને મળી શકે છે રાહત : હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુરુવારથી શહેર સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાસો વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે વરસાદ આજે ચોમાસુ : ગુજરાતમાં 18 થી 21 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેમજ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને સાથે વરસાદ પણ પડી શકે છે અમદાવાદમાં 17 થી 19 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામા આવી છે સાથે 16 જૂન બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન વિભાગે આપેલા સંકેતો પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, તેમજ દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં 17મીથી ચાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતાઓ વધુ છે. આ સિવાય ડાંગ, તાપી સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે.

જૂનના અંત 5દિવસ માં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ: આ તરફ 16 થી 18 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ સેવવામાં આવી રહી છે કચ્છને બાદ કરતા જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે તેવું હવામાન વિભાગના સુત્રએ જણઆવ્યું છે તો સાથે દરિયા કિનારે વરસાતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.

17-18 અને 19-20જૂનની આસપાસ ચોમાસું ગુજરાત રાજ્યમાં બેસી જશે: હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસી જશે હવામાન વિભાગના મતે 16 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે વરસાદ નું આગમન : દક્ષિણ પશ્ચિમ વરસાદે દેશના 80 ટકા ભાગને કવર કરી લીધો છે. પણ હવે તેની ઝડપ ઘટતા ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારોને થોડી રાહ જોવી પડશે. નૈઋત્ય ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે.

ગુજરાતમાં આગામી 17 થી 18 અને 19 જૂન સુધીમાં વરસાદ થશે : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 17 થી 18 જૂન સુધીમાં વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી નો આ વીડિયો તમે જોયો?

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.