વરસાદની રાહ જોતા લોકો માટે આવ્યા ખરાબ સમાચાર, વરસાદે ઊંધું પાડ્યું ગણિત,10 દિવસ માં બદલાઈ ગઈ સ્થિતિ,જાણો કેટલા દિવસ સુધી નહિ પડે વરસાદ

ગુજરાતમાં મેઘરાજાના આગમન સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે એકાએક વરસાદ ગુજરાતમાં ગાયબ થઈ ગયો છે. અને ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકો ક્યારે વરસાદ આવશે તેની રાહ જોઈએ રહ્યા છે. જો કે તમારા માટે એક માઠા સમાચાર એ છે કે રાજ્યમાં થોડા દિવસો સુધી વરસાદ વરસવાની શક્યતા નહીવત છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે ગુજરાતમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે આગામી પાંચથી સાત દિવસ દરમિયાન વરસાદ વરસવાની સંભાવના નહીંવત છે.

જો કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યમાં અત્યાર સુધી 96 મિલિમિટર વરસાદ વરસ્યો છે. જો કે 107થી 108 મિલિમિટર વરસાદ હોવો જોઈએ. જો કે જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ રહેશે. રાજ્યમાં ડાંગ, દાહોદ, પંચમહાલમાં દર વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો વરસ્યો છે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં પણ અત્યાર સુધી વરસાદ દર વર્ષની સરખામણીએ ઓછો વરસ્યો છે.

8 જુલાઈ બાદ ચોમાસાના વરસાદને લઈને હવામાન તૈયાર થશે તેવું હવામાન વૈજ્ઞાનિકો માની રહ્યા છે. 1 જૂનના આવેલું ચોમાસું 12 જૂન સુધી દેશના 80 ટકા ભાગોમાં પહોંચી ગયું. 18 જૂન સુધી જમ્મુ-કાશ્મીર-લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને કેરળને છોડીને આખા દેશમાં મૂસળધાર વરસાદ થયો. આના કારણે 18 દિવસમાં સામાન્યથી 41 ટકા વધારે વરસાદ થયો. એવું લાગવા માંડ્યું કે, આ વર્ષ વરસાદથી તબાહી મચાવનારું છે, પરંતુ પછીના 12 દિવસમાં સ્થિતિ બદલાઈ ગઈ.

88 ટકા વરસાદ થવાનો અત્યારે બાકી : ઉલ્લેખનીય છે કે જૂનમાં આ વર્ષે 188.5 મિમી વરસાદ થયો. આ સરેરાશ 166.9 મિમીથી 13% વધારે છે. હવામાન વિભાગે 101-104 ટકા વરસાદનું અનુમાન લગાવ્યું હતું. આ લાંબાગાળાની સરેરાશ છે જે 880 મિલિ મીટર હોય છે, એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં 88 ટકા વરસાદ થવાનો અત્યારે બાકી છે. જૂનમાં ચોમાસું આખા દેશમાં પહોંચી ગયું, પરંતુ ફક્ત 28 ટકા વિસ્તારમાં જ વરસાદ થયો છે. બાકીના 72 ટકા વિસ્તારમાં ક્યાંક ઘણો વધારે, તો ક્યાંક ઘણો ઓછો વરસાદ થયો.

ગુજરાતના 15 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થયો : બિહારમાં 20 અને 21 જૂનના સતત વરસાદ થતો રહ્યો. આનાથી ચંપારણ, મુંગેર અને લાલગંજના અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ બની. હવામાન વિભાગના એલર્ટ પર 100થી વધારે ગામોના લોકોને પલાયન માટે કહેવામાં આવ્યું. બીજી તરફ દિલ્હીમાં જૂનમાં સરેરાશ 6 દિવસમાં 70 મિમી સુધી વરસાદ થતો હતો, પરંતુ આ વખતે અડધો વરસાદ પણ ના થયો. ગુજરાતના 15 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થયો છે. અહીં વધારે વરસાદવાળા જિલ્લાઓની સરખામણીએ ઓછા વરસાદવાળા જિલ્લાથી વધારે છે. 9 જિલ્લાઓ એવા છે જ્યાં ઓછો વરસાદ થયો અને 4 જિલ્લાઓમાં વધારે વરસાદ થયો. આ કારણે રાજ્યમાં કુલ વરસાદ પણ સામાન્યથી 8 ટકા ઓછો છે.

ફક્ત 193 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ : દેશના ફક્ત 193 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થયો. બાકીના 194 જિલ્લાઓમાં ઘણો વધારે, 142 જિલ્લાઓમાં વધારે, 168 જિલ્લાઓમાં ઓછો અને 27 જિલ્લાઓમાં ઘણો ઓછો વરસાદ થયો. હવામાન વિભાગ 5 રીતે વરસાદ માપે છે. એ જુએ છે કે LPAની તુલનામાં કેટલો વરસાદ થયો. આ વખતે જૂનના અસામાન્ય વરસાદની પેટર્ન કોઈ એક રાજ્યમાં નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાતથી લઇને UP-બિહાર સુધી જોવા મળી રહી છે. પહેલા આ પેટર્ન રાજસ્થાન અને દરિયાકિનારાના રાજ્યોમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *